સંક્રમણને કારણે આ વખતે અડધો દિવસ લોકસભા અને અડધો દિવસ રાજ્યસભાની કાર્યવાહી રહેશે. લોકસભાની કાર્યવાહી આજે સવારે 9થી બપોરે 1 કલાકની વચ્ચે જ્યારે રાજ્યસભાની બપોરે 3થી સાંજે 7 સુધી ચાલશે. જ્યારે બાકીના દિવસોમાં રાજ્યસભાની કાર્યવાહી સવારેની પાળીમાં સવારે 9થી બપોરે 1 સુધી ચાલશે, જ્યારે લોકસભા બપોરે 3થી સાંજે 7 સુધી ચાલશે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સવારે લોકસભાની બેઠક એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે. રાજ્યસભામાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, સિટિંગ સભ્ય બેની પ્રસાદ વર્મા, અમર સિંહ અને જામીતા સંગીતજ્ઞ પંડિત જસરાજ સહિત 19 દિવંગત વિભૂતિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થશે જ્યારે લોકસભામાં ‘હોમ્યોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) વિધેયક 2020 અને ભારતીય ઔષધિ કેન્દ્રિય પરિશદ (સંશોધન) વિધેયક 2020ને રાખવામાં આવશે.