Banaskantha : બનાસકાંઠા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કાંકરેજ પૂર્વ ધારાસભ્ય તેમજ પીઢ નેતા મગનસિંહ વાઘેલાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે હૃદયરોગના હુમલાને કારણે મગનસિંહ વાઘેલાનું દુઃખદ અવસાન થયું છે. પૂર્વ ધારાસભ્ય મગનસિંહના નિધનના સમાચારથી કાંકરેજ તાલુકા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મગનસિંહ વાઘેલા 1998થી 2003 સુધી કાંકરેજના ધારાસભ્ય રહ્યા હતા. 


ગુજરાતમાં આજે કોરોનાના 111 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના આજે  નવા 111 કેસ નોંધાયા છે. આ સાથે જ  57 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,14,586 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 832 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 832 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,586 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી  10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  


બાળકોના રસીકરણ અંગે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપ્યો મોટો આદેશ
Vaccination : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (Coronavirus) ના કેસ વધવા લાગ્યા છે. સંક્રમિતોની વધતી ઝડપ ફરી એકવાર ચિંતાનું કારણ બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પર નજર કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી દેશમાં દરરોજ કોરોના વાયરસના 8 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય  મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ રાજ્યોના આરોગ્ય  મંત્રીઓ સાથે વાતચીત કરી છે.


આ વાતચીત દરમિયાન, તેમણે રાજ્યોને શાળાએ જતા બાળકો માટે કોવિડ રસીકરણ (Vaccination of school children) કવરેજ વધારવા, વૃદ્ધો માટે પ્રિકોશનનો ડોઝ અને જીનોમ સિક્વન્સિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. તેમણે સમીક્ષા બેઠકમાં રાજ્યોને કહ્યું, “કોરોનનું જોખમ  હજી સમાપ્ત થયું નથી. આપણે રાજ્યોમાં વધતા કેસો અંગે સતર્ક રહેવું પડશે અને કોવિડ નિયમોનું પાલન કરવું પડશે.