કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે રાત્રે ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક જેસીબી, એસી બસ અને ટેમ્પોની ટક્કરને કારણે 17 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર બસને ઓવકટેક કરવાના ચક્કસમાં આ ઘટના ઘટી હતી. જેસીબીની નીચે અનેક લોકો આવી ગયા હતા. ઘાયલોને હૈલટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
મળતી જાણકારી જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી ગુજરાતના અમદાવાદ જઈ રહી હતી. જેમાં લગભગ 45 લોકો સવાર હતા. કાનપુરથી 10 કિલોમીટર દૂર જેવી બસ કિસાન નગર પહોંચી કે પાછળથી એક DCMએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સામેથી આવી રહેલા બીજા ટેમ્પ વચ્ચે બસ ફસાઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી હતી. ટેમ્પોમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ ઉપરાંત બસમાં સવાર કેટલાંક લોકોના મોત નિપજ્યા છે.
કાનપુરના સચેન્ડીમાં થયેલા માર્ગ અકસ્માતમાં CM યોગીએ દુખ વ્યક્ત કર્યું છે. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સંભવિત મદદ કરવાનું કહ્યું છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યું દુખ
આ ભયાનક રોડ અકસ્માતમાં થયેલ મોત પર પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ કાર્યલયે ટ્વીટ કરીને કહ્યું, “કાનપુરમાં થયેલ રોડ અકસ્માત અત્યંત દુખદ છે. આ ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હું તેના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ ઘાયલોને ઝડપથી સ્વસ્થ્ય થવાની કામના કરું છું.”
સાથે જ પીએમ મોદીએ વળતરની પણ જાહેરાત કરી છે. નિવેદન અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારનજોને 2-2 લાખ રૂપિયા વળતર પીએમ રિલીઝ ફંડમાંથી આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે.