ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં પ્રેમી યુગલની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. આ પ્રેમી યુગલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રેમી યુગલે આત્મહત્યાના બે કલાક પહેલા મંદિરમાં લગ્ન કર્યા હતા. આત્મહત્યા બાદ યુવતીની લાશ મળી આવતાં તેના સેંથામાં સિંદૂર પુરેલું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમી યુગલ વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યુા હતા. પ્રેમી યુગલની આત્મહત્યાનો આ મામલો કાનપુરના નરવાલનો છે.
શું હતો મામલો...
પ્રેમી યુગલ લાંબા સમયથી લગ્ન કરવા ઇચ્છતું હતું. પરંતુ પરિવારના સભ્યો તૈયાર થતા ન હતા. જે બાદ બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. રવિવારે સાંજે કાનપુરના સરસૌલ સ્ટેશન પાસે પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસને ઘટનાની માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું કે, આત્મહત્યા કરનાર યુવકનું નામ અભય છે જે 18 વર્ષનો હતો. જ્યારે યુવતીનું નામ સાવિત્રી છે જે 20 વર્ષની હતી. યુવક ત્યાંના ભડાશા ગામનો રહેવાસી છે. મૃતક યુવતી પણ બમ્બુરીહા ગામની રહેવાસી છે. બંનેએ રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ નજીકના મંદિરમાં લગ્ન કર્યા હતા.
પોલીસે શું કહ્યું?
પ્રેમી યુગલે ઝેર પીને આત્મહત્યા કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. સ્ટેશન નજીક બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે નજીકના લોકોએ પ્રેમી યુગલને બેભાન અવસ્થામાં જોયો તો તેઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ બંનેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલમાં લઈ આવતાં ત્યાં હાજર ડોક્ટરોએ બંને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા. મૃત જાહેર કર્યા બાદ પોલીસે બંનેના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી. પ્રારંભિક તપાસમાં બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબધ હોવાની વાત સામે આવી છે.
આ પણ વાંચોઃ