જોધપુરઃ છેલ્લા 38 વર્ષથી ભારતીય વાયુસેનામાં પોતાની ધાક જમાવીને બેઠેલું લડાકૂ વિમાન મિગ-27 આજે રિટાયર થઇ ગયુ છે. રાજસ્થાનના જોધપુર એરબેઝ પરથી આજે સવારે લગભગ 10 વાગે મિગ-27 એ છેલ્લી ઉડાન ભરી હતી, આ દરમિયાન 7 મિગ મિગ-27 વિમાનો હતા.


આ મિગ-27 વિમાનો 38 વર્ષ પહેલા વાયુસેનામાં સામેલ કરાયા હતા, એટલુ જ નહીં આને કારગિલનો હીરો પણ કહેવાય છે, કેમકે કારગિલ યુદ્ધમાં મિગ-27 લડાકૂ વિમાનો દુશ્મન પાકિસ્તાન પર કહેર બનીને તુટી પડ્યા હતા, અને અંતે જીત અપાવી હતી. આજે મિગ-27 ઇતિહાસ થઇ ગયુ છે.



ખાસ વાત છે કે, હવે કોઇપણ દેશ મિગ-27 ફાઇટર પ્લેનનો ઉપયોગ નથી કરતુ, આ ફાઇટર જેટને ભારતીય વાયુસેનાના પાયલટો 'બહાદુર' નામથી બોલાવે છે.


નોંધનીય છે કે, મિગ-27 ફાઇટર પ્લેનની ક્રેશ થવાની ઘટનાઓ વધવા લાગી હતી, આ વર્ષે 31 માર્ચે જોધપુરમાં સિરોહીની નજીક મિગ-27 ક્રેશ થઇ ગયુ હતુ. 4 સપ્ટેમ્બરે પણ જોધપુરની પાસે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. કહેવાઇ રહ્યું છે કે આ વિમાનના એન્જિનમાં કેટલીક ટેકનિકલ ખામીઓ હતી, જેને દુર ન હતી કરી શકાતી.