Karnataka Elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદી આજે ચિત્રદુર્ગના પ્રવાસે છે. અહીં તેમણે જનસભાને સંબોધતા કહ્યું, આ ચૂંટણી કર્ણાટકને નંબર 1 રાજય બનાવવા માટેની ચૂંટણી છે. આગામી 25 વર્ષમાં કર્ણાટક વિકાસની કઈ ઊંચાઈ પર હશે તે આ ચૂંટણી નક્કી કરશે.
જનસભાને સંબોધિત કરતાં પહેલા પીએમ મોદીએ ત્યાંના પારંપરિક વાદ્ય પર હાથ અજમાવ્યો. મંચ પર ઉપસ્થિત ભાજપના નેતાઓ સાથે પ્રધાનમંત્રીએ કર્ણાટકનું પારંપરિક વાદ્ય વગાડતાં નજરે પડ્યાં. જે બાદ તેમણે સંબોધન શરૂ કર્યું.
PM મોદીએ ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અને જેડીએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પાર્ટીઓ છે, પરંતુ બંને દિલથી અને તેમના કાર્યોથી સમાન છે. આ સાથે પીએમ મોદીએ લોકોને ભાજપને વોટ કરવાની અપીલ પણ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનની વાતો
- PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આપણે કર્ણાટકને વિકસિત ભારતનું પ્રેરક બળ, વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાની જરૂર છે. આ પરિપૂર્ણ કરવા માટે, આપણે ડબલ એન્જિન સરકારને ફરીથી સત્તામાં લાવવી પડશે.
-પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના 'અમૃત કાળ'માં કર્ણાટકની આ પહેલી ચૂંટણી છે. આ ચૂંટણી કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવાની ચૂંટણી છે. આગામી 25 વર્ષમાં કર્ણાટક વિકાસની કઈ ઊંચાઈએ પહોંચશે તે આ ચૂંટણી નક્કી કરશે.
- PMએ કહ્યું કે 'આજે હું રાજ્ય ભાજપની ટીમ, કર્ણાટક બીજેપીના નેતૃત્વને જાહેરમાં અભિનંદન આપું છું. તેમણે ગઈ કાલે જે ઢંઢેરો જાહેર કર્યો છે, તે ખૂબ જ સારો છે. તેમની પાસે કર્ણાટકને દેશમાં નંબર વન રાજ્ય બનાવવાનો માર્ગ નકશો છે, તેની પાસે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બ્લુ પ્રિન્ટ છે, તે મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- તેમણે કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ અને જેડીએસ બંનેથી સાવધાન રહેવું પડશે. કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પક્ષો છે, પરંતુ તે બંને હૃદયથી અને તેમના કાર્યોથી સમાન છે. આ બંને પરિવારવાદી છે, બંને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને બંને સમાજમાં ભાગલા પાડવાનું રાજકારણ કરે છે. કર્ણાટકનો વિકાસ આ બંને પક્ષોની પ્રાથમિકતા નથી. તેમને તમારા બાળકો સાથે કોઈ લેવાદેવા નથી.
- વડાપ્રધાને કહ્યું કે 'જ્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહી ત્યાં સુધી અહીં વિકાસની ગતિ સ્થગિત રહી. સરકાર માત્ર રિવર્સ ગિયરમાં જ ચાલતી રહી. પરંતુ, આજે ભાજપ વિકાસની અનેક યોજનાઓ લઈને આવી રહી છે, જેમાં હાઈવે, રેલવે અને એરપોર્ટનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.