લોકડાઉનની વચ્ચે ભાજપના ધારાસભ્યએ કરી જન્મદિવસની ઉજવણી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Apr 2020 11:45 AM (IST)
ધારાસભ્ય એમ જયરામની જન્મદિવસ પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થયા છે
નવી દિલ્હી: કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત લોકોને બહાર ન નીકળવાની અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી લોકડાઉનના નિયમનું કડક પાલન કરવાનું કહી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્યએ ભીડ એકઠી કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. કર્ણાટકના તુરુવેકેરના ધારાસભ્ય એમ જયરામે હાલમાં પોતાનો જન્મદિવસ ભીડમાં પસાર કર્યો. બેંગલુરુથી 90 કિમી દૂર ગુબ્બીમાં જન્મદિવસની પાર્ટી આપી હતી. તેમાં લોકડાઉનમાં પણ મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ધારાસભ્ય એમ જયરામની પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ ગ્લોવ્ઝ પહેરીને કેક કાપી રહ્યા છે. તેમની પાસે બાળકો સહિત મોટી વ્યક્તિઓ પણ મોટા પ્રમાણમાં છે. કોઈએ માસ્ક પણ પહેર્યા નથી. આ પાર્ટીમાં કોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરવામાં આવ્યું. ધારાસભ્ય એમ જયરામે પાર્ટીમાં બિરયાની પણ વહેંચી હતી.