બેંગલુરુઃ કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકર અને જેડીએસ નેતા એસ એલ ધર્મગૌડાએ ચિકમગલૂરના કડ્ડુરમાંટ ટ્રેન આગળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ બે ટુકડામાં રેલવે ટ્રેક પર મળ્યો હતો. ધર્મગૌડાની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


કડુર પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં 15 ડિસેમ્બરની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ કોંગ્રેસ નેતાઓ ધક્કા મુક્કી કરી હતી અને ખુરશીમાંથી પછાડી દીધા હતા. જાણકારી મુજબ તેઓ આ ઘટના બાદ પરેશાન હતા.



કોંગ્રેસ ચેરમેનની નિમણૂકનો વિરોધ કરતી હતી. ડેપ્યુટી ચેરમેન જેવા ચેર પર બેઠા કે હંગામો શરૂ કરી દીધો અને કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુ ચેરમેનને ખુરશીમાંથી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના એમએલસી વચ્ચે બબાલ થઈ હતી.