નવી દિલ્લી:કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ તેમના પદથી રાજીનામુ આપી દીધું છે. આજે જ કર્ણાટક બીજેપી સરકારને 2 વર્ષ પૂર્ણ થયા છે.


કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ તેમના પદથી રાજીનામુ આપી દીધું છે. આજે જ કર્ણાટક બીજેપી સરકારને 2 વર્ષ પૂર્ણ થયા છે. બીએસ યેદુરપ્પાએના નજીકના કોઇ નેતાને જ મુખ્યમંત્રીનું પદ સોંપાઇ તેવી અટકળો સેવાઇ રહી છે.


એકબાજુ બીએસ યેદુરપ્પાની સરકારને રાજ્યમાં બે વર્ષ પૂર્ણ થતાં જશ્ન મનાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ તેમના પદથી રાજીનામુ આપી દીધું છે.કર્ણાટકના નેતૃત્વ પરિવર્તનને લઇને લાંબા સમયથી અટકળો સેવાઇ રહી હતી.


બીએસ યેદુરપ્પાના રાજીનામાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું જો કે, હાલ તેમની ઉંમરને જ મોટું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. બીએસ યેદુરપ્પાની ઉંમર 78 વર્ષની છે. પાર્ટી બીજી વ્યક્તિને મુખ્યમંત્રી પદની કમાન સોંપવા માંગે છે.


કેન્દ્રિય નેતૃત્વને કહ્યું હતું કે, ‘આપની ઉંમર 78 વર્ષની છે તો સ્વાસ્થ્યના કારણોને જોતા આપને રાજીનામુ આપી દેવું જોઇએ. આપ કોઇ નામનુ સૂચન કરી શકો છો તેને રાજ્યની કમાન સોપીં શકાય’જો જે.પી. નડ્ડા સહિતના અન્ય નેતાના નિવેદન પર પણ વિચાર કરીએ તો બીએસ યેદુરપ્પાનું પર્ફોમ્સ મોટો મુદ્દો નથી.


રવિવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્રકારોએ પૂછ્યું હતું કે, શું બીએસ યેદુરપ્પા રાજીનામુ આપશે? તેના જવાબમાં બીએસ યેદુરપ્પાની જેપી નડ્ડાએ પ્રસંશા કરી હતી અને તેમની કાર્યશૈલીથી સંતુષ્ટ હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે દિલ્લીમાં પીએમ મોદી,. ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સાથએ મુલાકાત કરી હતી ત્યારે જ રાજીનામાની પટકથા લખાઇ ચૂકી હતી. આ મુલાકાત બાદ યેદુરપ્પાએ કહ્યું હતું કે, તે પાર્ટીના સાચા સિપાહી છે. પાર્ટી કહશે તો રાજીનામુ આપી દઇશ અને સોમવારે તેમણે રાજીનામુ આપી દીધું.


મારે અનેક વખત અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડ્યું-બીએસ યેદુરપ્પા
રાજીનામા બાદ મીડિયા સાથે વાત કરતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે, ‘મારે અનેક વખત અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું. જો કે તેમછતાં પણ મેં કામ કર્યું. મને નથી ખબર કે સરકારી અધિકારી અને મુખ્ય સચિવનો કેવી રીતે આભાર વ્યક્ત કરું, બધાએ સખત મહેનત કરી અને મારા પર ભરોસો મૂક્યો. આ કારણોસર જ કર્ણાટકે વિકાસ જોયો છે.