Tokyo Olympics: ગુજરાતની આ ત્રણેય મહિલા ખેલાડીઓનું ટોકિયો ઓલ્મપિકમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું. સ્વીમર માના પટેલ સેમિ ફાઇનલમાં સ્થાન ન બનાવી શકો તો ઇલાવેનિલ શરૂઆતના રાઉન્ડ બાદ જ બહાર થઇ ગઇ
અંકિતા રૈનાનો પરાજય
અમદાવાની ટેનિસ ખેલાડી અંકિતા રૈના ટોકિયા ઓલ્મપિકમાં ક્વોલિફાય થઇ પરંતુ સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડીએ ટેનિસમાં વૂમન્સ ડબલ્સ મુકાબલાની પહેલી મેચમાં હાર મેળવતા, આ જોડી ટોકિયો ઓલ્મપિકથી બહાર થઇ ગઇ, અંકિતાએ પહેલો સેટ સરળતાથી જીતી લીધો હતો પરંતુ તે આ સારા ફોર્મ અને શરૂઆતનો આગળ વધુ લાભ ન લઇ શકી. ભારતની આ બંને ખેલાડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને યુક્રેનની જોડિયા બહેનો 6-0,7-6,10,8થી હરાવી દીધી.
સાનિયા અને અંકિતાએ યુક્રેનની નાદિયા અને લ્યૂડમયલા કિચેનોકની જોડી સામે થયેલો આ મુકાબલામાં શાનદાર શરૂઆત કરી. બંનેએ પહેલો સેટ 0-6થી જીત્યો અને યૂક્રેનની જોડી પર દબાણ વધાર્યું પરંતુ યુક્રેનની જોડીએ શાનદાર વાપસી કરતા બીજો સેટ પોતાના નામ કરી લીધો. ત્યારબાદ થયેલી ટાઇબ્રેકને યુક્રેનની ટીમે શાનદાર પર્ફોમ કરીને ભારતની વૂમન ડબલ્સની જીતની શક્યતાની ખતમ કરી દીધીં.
નિશાનબાજ ઇલાવેનિલે કર્યો નિરાશ
નિશાનબાજ ઇલાવેનિલે અને અપૂર્વીએ ભારતને નિરાશ કર્યાં. ઓલ્મપિકમાં ભારતની નિશાનબાજી અપૂર્વી અને ઇલાવેનિલ 10 મીટર એર રાઇફલના શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઇ ગઇ છે.
ઓલ્મિપકની નિશાનબાજ સ્પર્ધામાં ભારતની શનિવારની શરૂઆત ખરાબ રહી. પદકની દાવેદાર માનવામાં આવી રહેલી ઇલાવેનિલ વારારિવન અને અપૂર્વી ચંદેલા મહિલાઓની 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ફાઇનલમાં ન પહોંચી શકી. પહેલી વખત ઓલ્મિપકમાં રમી રહેલ દુનિયાની નંબર વન ખેલાડી ઇલાવેનિલ 626.5ના સ્કોર સાથે 16માં અને અપૂર્વી ચંદેલા 621.9 અંક સાથે 50 નિશાનબાજોમાં 36માં સ્થાન પર રહી.
અમદાવાદાની માના પટેલની હાર
ઓલિમ્પિક રમતોત્સવનો ત્રીજો દિવસ ભારત માટે ખાસ યાદગાર ન રહ્યો. અમદાવાદની માના પટેલ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી છે.ભારતીય સ્વીમર શ્રીહરિ નટરાજ અને માના પટેલ માટે ટોકિયો ઓલ્મપિકનો સફર થંભી ગયો. માના પટેલ સેમિફાઇનલમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી. માના પટેલે મહિલા 100 મીટર બેકસ્ટોક સ્પર્ધામાં એક મિનિટ અને 5.20 સેકેન્ડનો સમય લીધો. તેની હિટમાં જિમ્બાબ્વેની ડોનાટા કાતાઇ એક મિનિટ 2.73 સેકેન્ડનો સમય લેતા મોખરે રહી. તો ગ્રેનાડાની ફ્લિર્લે ઇન્સ એક મિનિટ 10.24 સેકેન્ડ સાથે હીટ એકમાં ત્રીજા સ્થાને રહી. 21 વર્ષની માના પટેલે યૂનિવર્સેલિટી કોટોના આધારે ટોકિયા ખેલમાં સ્થાન મેળવ્યું હતું. તે કુલ 39ના સ્થાન પર રહી.