બેંગલુરુઃ કર્ણાટકમાં 15 વિધાનસભા સીટો પર આજે પેટા ચૂંટણી થઈ રહી છે  સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17.6 ટકા વોટિંગ નોંધાયું હતું. ચૂંટણી પંચ દ્વારા બપોરે 1 કલાક સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.


પેટા ચૂંટણી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા તથા ભાજપ સરકારનું ભાવિ નક્કી કરશે. રાજકીય પક્ષોને પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થવાની સંભાવના છે. બીજેપીને રાજ્યમાં સત્તા ટકાવી રાખવા 225 સભ્યોવાળી વિધાનસભામાં સ્પીકર સહિત ઓછામાં ઓછી છ સીટો જીતવાની જરૂર છે.


37.78 લાખ મતદારો આપશે વોટ

સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 37.78 લાખ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પરિણામ 9 ડિસેમ્બરના રોજ આવશે. આ પેટાચૂંટણી 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાથી ખાલી પડેલી સીટો પર યોજાઈ રહ્યું છે. આ ધારાસભ્યોમાં કોંગ્રેસ અને જેડીએસના નેતા સામેલ હતા.


બીજેપી પાસે 105 ધારાસભ્યો

આ ધારાસભ્યોના બળવાથી જુલાઈમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી અને બીજેપી સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. વિધાનસભામાં હાલ ભાજપ પાસે 105 (એક અપક્ષ સહિત), કોંગ્રેસ પાસે 66 અને જેડીએસના 34 ધારાસભ્યો હતો. બીએસપીનો પણ એક ધારાસભ્ય છે.