ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યેદીયુરપ્પાએ પોતાની ખુરશી બચાવવા માટે ઓછામાં ઓછી 6 બેઠકો જીતવી જરૂરી છે.
કર્ણાટકમાં 5મી ડિસેમ્બરે અઠાણી, કાવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પુરમ યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર.પેટે, હુનસૂર બેઠકો પર મતદાન યોજાયુ હતુ.
બીજેપી પાસે 105 ધારાસભ્યો
કર્ણાટકમાં ધારાસભ્યોના બળવાથી જુલાઈમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી અને બીજેપી સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. વિધાનસભામાં હાલ ભાજપ પાસે 105 (એક અપક્ષ સહિત), કોંગ્રેસ પાસે 66 અને જેડીએસના 34 ધારાસભ્યો હતો. બીએસપીનો પણ એક ધારાસભ્ય છે.