આ બિલ લોકસભમાં દૈનિક કામકાજ અંતર્ગત સુચિબદ્ધ છે. આ બાબતે પાર્ટીએ પોતાના સાંસદોને ત્રણ દિવસ માટે વ્હિપ જાહેર કરી દીધુ છે. જો આ બિલ કાયદો બની જાય છે તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનના કારણે ત્યાંથી ભાગીને આવેલા હિન્દુ, ઇસાઇ, સીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મમાં માનવા વાળા લોકોને CAB અંતર્ગત ભારતમાં નાગરિકતા આપવામાં આવશે.
બિલને મોદી કેબિનેટે મંજૂરી આપ્યા બાદ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે, જેનો વિપક્ષ પુરજોશમાં વિરોધ કરી શકે છે.
ખરેખરમાં, રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે.
શું છે નાગરિકતા સંશોધન બિલમાં....
કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે આને લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.
બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.
નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન બિલને અગાઉ 19 જુલાઇ, 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જોકે સંસદનો કાર્યકાળ પુરો થવાના કારણે બિલ રાજ્યસભામાં ન હતુ પહોંચી શક્યુ. બિલનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યાં છે, જેમાં સરકારની સહયોગી જેડીયુ પણ બિલનો પુરજોશમાં વિરોધ કરી રહી હતી.