કર્ણાટક: યેદિયુરપ્પા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 10 નેતાઓએ લીધા શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2020 08:46 PM (IST)
યેદીયુરપ્પા સરકારમાં 10 મંત્રીઓએ શપથ લીધા હતા. આજે જેમણે મંત્રીપદ તરીકે શપથ લીધા હતા જેમાં મોટા ભાગના નેતાઓ જેડીએસ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવ્યા છે.
બેંગલુરૂ: કર્ણાટકમાં આજે યેદીયુરપ્પા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. યેદીયુરપ્પા સરકારમાં 10 મંત્રીઓએ શપથ લીધા હતા. આજે જેમણે મંત્રીપદ તરીકે શપથ લીધા હતા જેમાં મોટા ભાગના નેતાઓ જેડીએસ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવ્યા છે. કર્ણાટક સરકારમાં જે નવા 10 મંત્રીઓએ શપથ લીધા છે તેમાં જેડીએસ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓ છે. છેલ્લા ઘણા સયથી કર્ણાટક મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલતી હતી. મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કેન્દ્રના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. આ પહેલા ચર્ચાઓ હતી કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસમાં યોજાયેલી બેઠકમાં હાજરી આપીને મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા પરત ફરે ત્યારબાદ કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ કરાશે. દાવોસ જતાં પહેલાં યેદીયુરપ્પાએ વિસ્તરણની જાહેરાત કરી દીધી હતી.