Karnataka CM News: કર્ણાટકના આગામી સીએમની પસંદગી માટે ચાલી રહેલા મંથન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર બુધવારના રોજ રાહુલ ગાંધીને અલગ-અલગ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીકે શિવકુમારને છ ખાતાઓ સાથે નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, જો કે આ ઓફર પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ડીકે આ ઓફર સ્વીકારી શકે છે.


રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વએ આ પ્રસ્તાવ ડીકેને આપ્યો છે. બંને નેતાઓએ કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ ખાતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તો બીજી બાજુ સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધી સાથે લગભગ અડધો કલાક ચર્ચા કરી હતી, જ્યારે શિવકુમારે તેમની સાથે એક કલાકથી વધુ સમય સુધી વાત કરી હતી. રાહુલ ગાંધીને મળ્યા બાદ શિવકુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા.


સિદ્ધારમૈયાનું નામ લગભગ ફાઈનલ


સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ પદ માટે સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ થઈ ગયું છે. શપથવિધિ આવતીકાલના બદલે શનિવાર અથવા રવિવારે યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં કોંગ્રેસ કર્ણાટકની જીતનો મોટો સંદેશ આપવા અને વિપક્ષી એકતા દર્શાવવા માટે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી નેતાઓને આમંત્રિત કરી શકે છે. આ સમારોહમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે.


શપથગ્રહણ સમારોહ શનિવાર અથવા તો રવિવારે


જો કે ડીકે શિવકુમારની નારાજગી વચ્ચે શપથ લેવાશે તો આવતીકાલે જ આ કાર્યક્રમ યોજાઈ શકે છે. અગાઉ મંગળવારે પણ મુખ્યમંત્રીની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ઉગ્ર મંથન ચાલી રહ્યું હતું. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી અને પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને અલગ-અલગ મળ્યા હતાં. ખડગેએ સોમવારે પાર્ટીના ત્રણેય નિરીક્ષકો સાથે પણ ચર્ચા કરી હતી. નિરીક્ષકોએ પણ ધારાસભ્યોને તેમના અભિપ્રાયના આધારે અહેવાલ સુપરત કર્યો હતો.


EU : ભારતને ધમકાવનાર યુરોપિયન યૂનિયનને જયશંકરનો સણસણતો જવાબ, "પહેલા વાંચો અને..."


યુરોપિયન યુનિયનના અધિકારી જોસેપ બોરેલે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા અને યુરોપિયન દેશોને વેચવા બદલ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. તો ભારતના વિદેશ મંત્રીએ સહેજ પણ વિલંબ કર્યા વગર યુરોપિયન યુનિયન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે, EU અધિકારી જોસેપ બોરેલ પર વળતો પ્રહાર કરતા EU કાઉન્સિલ રેગ્યુલેશન જોવાની સલાહ આપી છે. 


તેમણે કહ્યું હતું કે, હું તમને યુરોપિયન યુનિયનના રેગ્યુલેશનને તપાસવાની વિનંતી કરું છું. રશિયન તેલને ત્રીજા દેશમાં રિફાઈન કરવામાં આવે છે. રિફાઇન્ડ તેલને રશિયન તેલ માનવામાં આવતું નથી. હું તમને EUના નિયમન 833/2014ને જોવા વિનંતી કરું છું.