Siddaramaiah Net Worth: કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલું સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાનું નામ નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે સિદ્ધારમૈયા શપથ લઈ શકે છે.
વિધાનસભા ચૂંટણી માટે તેમના નામાંકન સાથે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ સિદ્ધારમૈયા પાસે રૂ. 19 કરોડથી વધુની સંપત્તિ છે. સિદ્ધારમૈયા કોંગ્રેસના સૌથી ધનિક નેતાઓમાંથી એક છે. તેમાંથી 9.58 કરોડની જંગમ મિલકત અને 9.43 કરોડની સ્થાવર મિલકત છે. સિદ્ધારમૈયા પાસે 50 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના છે.
આ સિવાય તેમની સામે 13 કેસ પેન્ડિંગ છે. સિદ્ધારમૈયા પાસે 7 લાખ 15 હજાર રોકડ, 63 લાખ 26 હજાર 449 બેંક ડિપોઝિટ, 13 લાખની ટોયોટા ઈનોવા કાર, 50 લાખ 4 હજાર 250 રૂપિયાના સોનાના દાગીના અને બીજી ઘણી વસ્તુઓ છે. સ્થાવર સંપત્તિમાં 1 કરોડ 15 લાખની કિંમતની ખેતીની જમીન, 3 કરોડ 50 લાખની બિનખેતીની જમીન, 5 કરોડની કિંમતની કોમર્શિયલ બિલ્ડિંગ અને 6 કરોડની કિંમતના ફ્લેટ અને મકાનોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો સિદ્ધારમૈયાએ મૈસૂર યુનિવર્સિટીમાંથી બીએસસીમાં સ્નાતક થયા, ત્યારબાદ તેમણે વકીલાતનો વ્યવસાય પસંદ કર્યો હતો. સિદ્ધારમૈયા સામે 13 કેસ નોંધાયેલા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે જંગી જીત નોંધાવી છે. આ પછી, રવિવારે (14 મે) બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીની પસંદગીનો અધિકાર કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નિરીક્ષકોએ ધારાસભ્યોનો અભિપ્રાય મેળવ્યો હતો. આ માટે ગુપ્ત મતદાન પણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સિદ્ધારમૈયા પોતે પણ ગુપ્ત મતદાન ઈચ્છતા હતા.
બીજા દિવસે સોમવારે કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો દિલ્હી પહોંચ્યા અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને તેમને ધારાસભ્યોના અભિપ્રાય વિશે જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયાને વધુ ધારાસભ્યોનું સમર્થન હતું, જેનાથી તેમનો દાવો મજબૂત થયો.
સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી. સિદ્ધારમૈયા સીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તે જેલમાં પણ ગયા છે