બેંગલોર: શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ‘ગ્રામ પ્રવાસ કાર્યક્રમ’ અંતર્ગત દરેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કુમારસ્વામી શુક્રવારે કલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકાના હેરુરબી ગામ પહોંચ્યાં હતાં.
ગામની મુલાકાતે પહોંચ્યા તે દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે તેમણે આ કાર્યક્રમ ત્યાં જ સ્થગિત કરવો પડ્યો હતો. ત્યારે આવા સંજોગોમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાથમિક શાળામાં જ રોકાણ કરવું પડ્યું હતું. જ્યાં એક રૂમમાં જમીન પર જ પથારી પાથરીને કુમારસ્વામી સૂઈ ગયા હતાં.
આ તસવીરમાં જે વ્યક્તિ જમીન પર સૂઈ રહ્યા છે તે એક રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ એક દમ સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર પથારી પાથરીને સૂઈ રહ્યા છે. બીજી એક તસવીરમાં આ મુખ્યમંત્રી એકદમ સાદા જ પહેરવેશ એટલે કે નોર્મલ ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યા હતાં. તેઓ જમીન પર સૂઈ રહ્યા હતાં. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
કયા રાજ્યના મુખ્યમંત્રી સ્કુલના ક્લાસરૂમમાં જ સૂઈ ગયા? જાણો કારણ
abpasmita.in
Updated at:
22 Jun 2019 12:23 PM (IST)
ગામની મુલાકાતે પહોંચ્યા તે દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે તેમણે આ કાર્યક્રમ ત્યાં જ સ્થગિત કરવો પડ્યો હતો. ત્યારે આવા સંજોગોમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાથમિક શાળામાં જ રોકાણ કરવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -