કર્ણાટકના CM સિદ્ધારમૈયાને મોટો ઝટકો! MUDA કેસમાં ચાલશે તપાસ, કોર્ટે આપ્યો આદેશ
કર્ણાટકની એક વિશેષ અદાલતે લોકાયુક્ત પોલીસને MUDA સાઇટ ફાળવણી કેસની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

કર્ણાટકની એક વિશેષ અદાલતે લોકાયુક્ત પોલીસને MUDA સાઇટ ફાળવણી કેસની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં સીએમ સિદ્ધારમૈયા કથિત રીતે સામેલ છે. કોર્ટે કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આદેશ મુલત્વી રાખ્યો, જેમાં MUDA કેસમાં લોકાયુક્ત પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા B-રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
કોર્ટે કહ્યું કે પોલીસે તેની તપાસ પૂર્ણ કરવી જોઈએ અને ત્યાં સુધી બી રિપોર્ટ પર કોઈ આદેશ આપવામાં આવશે નહીં. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લોકાયુક્ત રિપોર્ટ સામે વિરોધ અરજી દાખલ કરવાની પણ મંજૂરી આપી છે. કોર્ટે આ મામલે સુનાવણી 7 મે 2025 સુધી મુલતવી રાખી છે.
ટ્રેન્ડિંગ




કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના પરિવારને અગાઉ MUDA કેસમાં રાહત આપવામાં આવી હતી. લોકાયુક્ત પોલીસે કહ્યું હતું કે આ કેસમાં સીએમ સિદ્ધારમૈયા, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. ફેબ્રુઆરી 2024 માં, સિદ્ધારમૈયાને સમન્સ મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ લોકાયુક્ત પોલીસ સમક્ષ હાજર થયા હતા, જ્યાં લોકાયુક્ત પોલીસે લગભગ 2 કલાક સુધી મુખ્યમંત્રીની પૂછપરછ કરી હતી.
શું છે MUDA જમીન ફાળવણીનો મામલો ?
આ સમગ્ર મામલો મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાથે સંબંધિત છે જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર તેમની પત્નીને ગેરકાયદેસર રીતે જગ્યા ફાળવવાનો આરોપ છે. કર્ણાટકમાં ભાજપની સરકાર હતી ત્યારે આ ફાળવણી કરવામાં આવી હતી. આરટીઆઈ કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરી હતી જેમાં માંગણી કરવામાં આવી હતી કે મુડા તરફથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને 14 જગ્યાઓની ફાળવણીની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે.
શું છે આખો મામલો ?
શહેરી વિકાસ દરમિયાન જમીન ગુમાવનારા લોકો માટે MUDA એ એક યોજના રજૂ કરી. ૫૦:૫૦ નામની આ યોજનામાં, જેમણે પોતાની જમીન ગુમાવી હતી તેઓ વિકસિત જમીનના ૫૦% મેળવવાના હકદાર હતા. આ યોજના પહેલીવાર 2009 માં લાગુ કરવામાં આવી હતી. જેને 2020 માં તત્કાલીન ભાજપ સરકારે બંધ કરી દીધી હતી. સરકાર દ્વારા યોજના બંધ કર્યા પછી પણ, MUDA એ ૫૦:૫૦ યોજના હેઠળ જમીન સંપાદન અને ફાળવણી ચાલુ રાખી. આખો વિવાદ આની સાથે જોડાયેલો છે. એવો આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આ હેઠળ ફાયદો થયો હતો. મુખ્યમંત્રીની પત્નીની ત્રણ એકર અને ૧૬ ગુંઠા જમીન મુડા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. બદલામાં, મોંઘા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવવામાં આવી. મૈસુરની બહાર આવેલી આ જમીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ 2010 માં ભેટમાં આપી હતી. એવો આરોપ છે કે MUDA એ આ જમીન સંપાદન કર્યા વિના દેવનુર III તબક્કાની યોજના વિકસાવી હતી.