Karnataka Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ખુશી વ્યક્ત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, કર્ણાટકમાં સિંધિયા નથી. ત્યાં મજબૂત કોંગ્રેસીઓ છે.


કોંગ્રેસ નેતાએ કહ્યું, તેમના પ્લાન બીનો અર્થ હોર્સ ટ્રેડિંગ છે. તેમની પાસે દુનિયાભરના ઉદ્યોગપતિઓના પૈસા છે. અદાણીના 20 હજાર કરોડ જેના કોઈ ઠામ ઠેકાણા નથી, જો તે તેમાંથી હજાર કરોડ ખર્ચ કરે તો પણ તેને કર્ણાટકમાં સિંધિયા નહીં મળે. અહીં એક-એક મજબૂત કોંગ્રેસી છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, કર્ણાટકમાં મળેલી જીતથી મધ્યપ્રદેશમાં પણ આશા જાગી છે.






કર્ણાટકમાં પીએમ મોદીની હાર - કોંગ્રેસ


તો બીજી તરફ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના વલણોમાં નિર્ણાયક લીડ મેળવ્યા પછી, કોંગ્રેસે શનિવારે કહ્યું કે, રાજ્યમાં તેમની જીત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાર થઈ છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના ચૂંટણી અભિયાનને વડાપ્રધાન મોદી પર જનમત સંગ્રહના રુપમાં ફેરવી દીધું હતું, પરંતુ તેના પ્રયાસને જનતાએ નકારી કાઢ્યો હતો.


 






લોકોએ ભાજપને નકારી કાઢ્યું: કોંગ્રેસ
તેમણે ટ્વીટ કર્યું, “કર્ણાટકમાં નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસ જીતી છે અને વડાપ્રધાન હારી ગયા છે. ભાજપે તેના ચૂંટણી અભિયાનને વડાપ્રધાન પર જનમત સગ્રહના રુપમાં ફેરવી દીધું હતું અને રાજ્યને તેમના 'આશીર્વાદ' મેળવવા પર કેન્દ્રિત કર્યું હતું. તેને જનતાએ ફગાવી દીધી છે.


 



ચૂંટણી પંચના આંકડામાં પણ કોંગ્રેસને બહુમતી


કોંગ્રેસે કર્ણાટકમાં ચૂંટણી પંચના વલણોમાં પણ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પરના લેટેસ્ટ અપડેટ મુજબ કોંગ્રેસ 137 સીટો પર આગળ છે. ભાજપ 63સીટો પર આગળ છે જ્યારે જેડીએસ 20 સીટો પર આગળ છે. કર્ણાટક ચૂંટણીના વલણ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીની મતગણતરી દરમિયાન કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. આ ટ્વીટ પર કેપ્શન આપવામાં આવ્યું હતું કે, I'm invincible, I'm so confident, Yeah, I'm unstoppable today.