Karnataka Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ છે અને કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 38 વર્ષનો રિવાજ જાળવીને મતદારોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. કૉંગ્રેસની શાનદાર જીત બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કૉંગ્રેસને શુભેચ્છાઓ પાઠવી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કૉંગ્રેસની શાનદાર જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું કે રાજકીય વિરોધીઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવા અને દક્ષિણના રાજ્યોમાં હિન્દી લાદવાને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની હાર થઈ છે.
તમિલનાડુના મુખ્યમંત્રીએ ભાજપ પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. કર્ણાટકની શાનદાર જીત બદલ કૉંગ્રેસને અભિનંદન. ભાઈ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા, રાજકીય વિરોધીઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ, દક્ષિણના રાજ્યોમાં હિન્દી થોપવી, પ્રચંડ ભ્રષ્ટાચાર આ બધું કર્ણાટકના લોકોના મનમાં છે.
બપોરે 3 વાગ્યા સુધીના આંકડા મુજબ 224 સીટોમાંથી કોંગ્રેસ 1365 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 64 બેઠકો પર આગળ છે. જેડીએસના ખાતામાં 20 સીટો જતી જોવા મળી રહી છે. બીજી તરફ, અન્યોએ ચાર બેઠકો પર આગેકૂચ કરી છે. કોંગ્રેસને 43 ટકાથી વધુ વોટ મળતાં જણાય છે. અને ભાજપને લગભગ 36 ટકા મત મળ્યા છે. જ્યારે 13 ટકા વોટ જેડીએસના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી અને 36.22 ટકા મત મેળવ્યા હતા. કોંગ્રેસને 78 બેઠકો મળી હતી અને પાર્ટીને 38.04 ટકા મત મળ્યા હતા. જેડીએસને 37 બેઠકો મળી હતી અને તેને 18.36 ટકા મત મળ્યા હતા.
ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે
ડીકે શિવકુમાર હાલમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના ગણાતા નેતા છે. આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ માટે સીએમ ઉમેદવાર પણ છે. સીએમ પદ માટે તેમની સીધી ટક્કર સિદ્ધારમૈયા સાથે છે. રાજનેતા હોવા ઉપરાંત, ડીકે શિવકુમાર એક શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર પણ છે. તેમણે વર્ષ 2006માં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મૈસૂરમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
કનકપુરા બેઠક પરથી 9મી વખત ધારાસભ્ય
આ વખતે પણ તેઓ તેમની પરંપરાગત બેઠક કનકપુરાથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંપરાગત બેઠક કારણ કે તેઓ અહીંથી 8 વખત ધારાસભ્ય ચૂંટાયા છે. કનકપુરામાં તેઓ આર અશોક સામે હતા, જેઓ ભાજપ સરકારમાં મહેસૂલ મંત્રી હતા. જેમને તેણે હરાવ્યા છે. બધાની નજર આ સીટ પર ટકેલી હતી. આ વખતે કોંગ્રેસ 22 વર્ષ પછી કર્ણાટકમાં સત્તામાં આવશે. કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.