Karnataka Government Formation LIVE: કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે સિદ્ધારમૈયા, આવતીકાલે લઇ શકે છે શપથ

કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતને ચાર દિવસ થઈ ગયા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યું નથી.

Continues below advertisement

Background

Karnataka Government Formation Latest Updates: કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતને ચાર દિવસ થઈ ગયા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યું નથી. હાલમાં સીએમની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનું નામ સૌથી આગળ છે. એવું માનવામાં આવે છે કે બુધવારે (17) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યના આગામી સીએમના નામની જાહેરાત કરશે.

કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે મંગળવારે કોંગ્રેસમાં અનેક બેઠકો યોજાઇ હતી.  દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે દિવસભર બેઠકો યોજાઇ હતી. ખડગેએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી.

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. ખડગેએ સોમવારે પાર્ટીના ત્રણેય નિરીક્ષકો અને વરિષ્ઠ નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. નિરીક્ષકોએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તેમના અભિપ્રાયના આધારે તેમનો અહેવાલ પણ સોંપ્યો હતો.

મંગળવારે સાંજે ખડગેએ બંને મુખ્ય દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અલગ અલગ બેઠક યોજી હતી. સિદ્ધારમૈયા અને ખડગે વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી.

શિવકુમાર મંગળવારે સવારે રાજધાની પહોંચ્યા હતા. લગભગ અડધો કલાક સુધી ખડગે સાથેની બેઠકમાં તેમણે સીએમ તરીકે સિદ્ધારમૈયાના નામને નકારી કાઢ્યું એટલું જ નહીં, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવાની કે સીએમનું પદ વહેંચવાની ઓફર પણ નકારી કાઢી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાને સીએમ પદ માટે હકદાર ગણાવ્યા હતા.

શિવકુમારે ખડગેને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરી ન હતી, પરંતુ દિલ્હી જતા પહેલા બેંગ્લોરમાં કહ્યું હતું કે, પાર્ટી મારી માતા છે અને એક માતા પોતાના પુત્રને બધું આપે છે. પાર્ટી ઈચ્છે તો મને જવાબદારી આપી શકે છે. અમે સંયુક્ત કુટુંબ છીએ, હું કોઈને વિભાજિત કરવા નથી માંગતો. હું એક જવાબદાર વ્યક્તિ છું. પાર્ટીનો નિર્ણય ગમે તે હોય. હું બ્લેકમેઇલ કરીશ નહી. હું પાર્ટી છોડીશ નહીં. જો કોઈ ચેનલ રિપોર્ટ બનાવી રહી છે કે હું પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, તો હું તેની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. કેટલાક એવા અહેવાલ આપી રહ્યા છે કે હું રાજીનામું આપીશ, એવું કંઈ નથી. પાર્ટી મારી માતા છે. અમારી પાસે 135 ધારાસભ્યો છે.

સિદ્ધારમૈયા ખડગેને બે વાર મળ્યા હતા

સિદ્ધારમૈયાએ ખડગે સાથે લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. દિવસ દરમિયાન પણ સિદ્ધારમૈયા તેમના પુત્ર યતિન્દ્ર સાથે ખડગેને મળ્યા હતા. કેટલાક ધારાસભ્યો પણ તેમની સાથે હતા. રાહુલ પણ ખડગેના ઘરે પહોંચ્યા હતા. બંનેએ લગભગ એક કલાક સુધી વાત કરી હતી.

Continues below advertisement
12:28 PM (IST)  •  17 May 2023

સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે

 ચાર દિવસના મંથન બાદ કોંગ્રેસે કર્ણાટકના સીએમનું નામ ફાઈનલ કરી દીધું છે. પાર્ટીએ ફરી એકવાર સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. કર્ણાટક સીએમની રેસમાં સિદ્ધારમૈયા તેમના પ્રતિસ્પર્ધી ડીકે શિવકુમાર પર ભારે પડ્યા હતા. તેઓ આવતીકાલે શપથ લઈ શકે છે. ડીકે શિવકુમાર સરકારમાં સામેલ થવા પર સસ્પેન્સ યથાવત છે.

11:35 AM (IST)  •  17 May 2023

ખડગેને મળશે સિદ્ધારમૈયા


11:35 AM (IST)  •  17 May 2023

ડીકે શિવકુમાર રાહુલ ગાંધીને મળશે

દરમિયાન ડીકે શિવકુમાર બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાના છે. આ દરમિયાન ડીકે શિવકુમાર રાહુલ ગાંધીને 30 મુદ્દા આપશે. ડીકે શિવકુમાર બપોરે 12 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીને મળી શકે છે.

07:23 AM (IST)  •  17 May 2023

જલદી જાહેર કરાશે નિર્ણયઃ કેસી વેણુગોપાલ

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે જલદી નિર્ણય જાહેર કરાશે, રાહ જુઓ. સારો નિર્ણય આવશે અને તે જલદી આવશે.

07:21 AM (IST)  •  17 May 2023

દિલ્હીમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર 

કર્ણાટકના સીએમના દાવેદાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંન્ને દિલ્હીમાં છે. બંન્ને આજે ફરી મલ્લિકાર્જુન ખડગેને મળી શકે છે.

Sponsored Links by Taboola