Karnataka Government Formation Live: ખડગેના ઘરેથી રવાના થયા રાહુલ ગાંધી, કર્ણાટક સીએમના નામ પર ચાલી રહ્યું છે મંથન

Karnataka Government Formation Live Updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ કોંગ્રેસ હવે મૂંઝવણમાં છે. ત્રણ દિવસ બાદ પણ સીએમના નામે મંથન ચાલી રહ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 May 2023 04:03 PM
Karnataka Government Formation: કોંગ્રેસ મારા માટે માતા સમાન છે- શિવકુમાર

ડીકે શિવકુમાર કાવેરીમાંથી બહાર આવ્યા. જતા સમયે શિવકુમારે કહ્યું કે જેઓ સમાચાર ચલાવી રહ્યા છે કે હું KPCCમાંથી રાજીનામું આપી રહ્યો છું તે ખોટા સમાચાર છે. કોંગ્રેસ મારા માટે માતા સમાન છે. હું પહેલા કોંગ્રેસ અધ્યક્ષને મળીશ અને પછી અન્ય તમામ વરિષ્ઠ નેતાઓને મળીશ. મુખ્યમંત્રી પદ અંગે હાઇકમાન્ડ નિર્ણય લેશે. અમારી પાસે 135નો આંકડો છે.

Karnataka Government Formation: શિમલાથી પરત ફરી રહ્યા છે સોનિયા ગાંધી

સોનિયા ગાંધી આજે શિમલાથી પરત ફરી રહ્યા છે. તેથી કર્ણાટકના સીએમના નામની જાહેરાત તેમના પરત ફર્યા બાદ કરવામાં આવી શકે છે.

Karnataka Government Formation: જી પરમેશ્વરના સમર્થકોનું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના નેતા જી પરમેશ્વરના સમર્થકોએ તેમના માટે સીએમ પદની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.





Karnataka Government Formation: ખડગેના નિવાસ સ્થાનેથી રવાના થયા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડેગના નિવાસ સ્થાને નીકળી ચૂક્યા છે. ત્યાં આશરે કલાક તેમણે કર્ણાટકના નવા સીએમને લઈ મનોમંથન કર્યુ હતું.





Karnataka Government Formation: રાહુલ ગાંધી ખડગેના ઘરે પહોંચ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાછલા દરવાજેથી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા છે. કર્ણાટકના સીએમને લઈને ખડગેના ઘરે મંથન ચાલી રહ્યું છે.

Karnataka Government Formation: હું બ્લેકમેલ નહીં કરું - ડીકે શિવકુમાર

દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારે કહ્યું, જો પાર્ટી ઈચ્છે તો મને જવાબદારી આપી શકે છે, આ અમારું સંયુક્ત ઘર છે, અહીં અમારી સંખ્યા 135 છે. હું અહીં કોઈને વિભાજિત કરવા માંગતો નથી. તેઓ મને પસંદ કરે કે ન કરે, હું જવાબદાર છું. હું કોઈની પીઠમાં છરો મારીશ નહીં અને કોઈને બ્લેકમેલ કરીશ નહીં.

ધારાસભ્યો મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ધારાસભ્યો મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચી રહ્યા છે. અહીં તેઓ મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરશે.





Karnataka Government Formation: ખડગે અને સોનિયા ગાંધી કરશે ફેંસલો – ડીકે સુરેશ

કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશે કહ્યું, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી કર્ણાટકના સીએમ પર ફેંસલો કરશે. ડીકે શિવકુમાર આજે આવી રહ્યા છે, જે બાદ એઆઈસીસી અધ્યક્ષ, અન્ય નેતા સાથે ચર્ચા કરશે.

ડીકે શિવકુમાર દિલ્હી જવા રવાના થયા

કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર દિલ્હી જવા માટે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળી ગયા છે.





સોનિયા ગાંધી અમારા રોલ મોડલ- ડીકે શિવકુમાર

દિલ્હી રવાના થતા પહેલા ડીકે શિવકુમારે કહ્યું, કર્ણાટકની જનતાએ અમને બહુમત આપ્યો છે. તેમના વાયદા પૂરા કરવા અમારી પ્રાથમિકતા છે. સોનિયા ગાંધી અમારા રોડ મોડલ છે. કોંગ્રેસ એક પરિવાર છે. 2024 આગામી પડકાર છે.

સીએમની રેસમાં સિદ્ધારમૈયા આગળ - સૂત્રો

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયા હજુ પણ આગળ છે. તેમની પાસે શિવકુમાર કરતા બમણા ધારાસભ્યોનું સમર્થન છે.

ડીકે શિવકુમાર આજે ખડગેને મળશે

ડીકે શિવકુમાર બેંગ્લોરથી દિલ્હી જવા રવાના થશે, ફ્લાઇટ સવારે 10.30 વાગ્યે છે. તેઓ સોમવારે જ દિલ્હી આવવાના હતા પરંતુ તેમણે પેટમાં ઈન્ફેક્શનનું કારણ આપીને પ્રવાસ રદ કર્યો હતો.

બ્રેકગ્રાઉન્ડ

Karnataka Government Formation Latest Updates:  કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યાના ત્રણ દિવસ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય કરી શકી નથી. સોમવારે (15 મે) આખો દિવસ મુખ્યમંત્રીના નામને લઈને મંથન ચાલુ રહ્યું હતું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે પણ નિવેદનો આપ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો નહોતો. સીએમની ખુરશીની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનું નામ સૌથી આગળ છે.


આજે મંગળવારે ડીકે શિવકુમાર દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચશે. વાસ્તવમાં કોંગ્રેસ નેતૃત્વએ સોમવારે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ચર્ચા માટે દિલ્હી બોલાવ્યા હતા. સિદ્ધારમૈયા સોમવારે બપોરે દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શિવકુમારે સ્વાસ્થ્યના કારણોસર મુલાકાત રદ કરી હતી. જોકે, તેના બદલે તેમના ભાઈ ડીકે સુરેશ ખડગેને મળ્યા હતા.


કોંગ્રેસના નિરીક્ષકોએ સોમવારે પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ધારાસભ્યોના અભિપ્રાય અંગેનો તેમનો અહેવાલ સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે. આ પછી, મંગળવારે (16 મે) ના રોજ કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થવાની સંભાવના છે.


પૂર્વ મુખ્યમંત્રી અને આ વખતે સીએમના દાવેદાર સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા બમણા ધારાસભ્યોનું સમર્થન છે અને માત્ર સિદ્ધારમૈયા જ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. જો કે આ પહેલા પાર્ટી ડીકે શિવકુમાર સાથે વાત કરશે.


કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ના નેતાની પસંદગી કરવા માટે વરિષ્ઠ નેતાઓ સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાબરિયાને નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા. ત્રણેય સુપરવાઈઝરોએ રવિવારે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે અલગ-અલગ વાત કરીને તેમનો અભિપ્રાય જાણવાનો હતો. ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે ગુપ્ત મતદાન પણ કરવામાં આવ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.