બેંગાલુરૂઃ કર્ણાટકના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર ઓલા કેબના લાયસન્સને આગામી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ઓલા એપ પર ટેક્સી બુકિંગની સેવા આપી મુખ્ય કંપની છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, કંપનીએ આ દેશના 3 દિવસની અંદર તેમના લાયસન્સ તેમની પાસે જમા કરાવવા પડશે.

આ સાથે જ શુક્રવારથી તાત્કાલિક પોતાની ટેક્સી બુકિંગ સેવા રોકવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો. ઓલાએ ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા વગર બેંગલુરૂમાં બાઈક ટેક્સી સર્વિસ શરૂ કરી દેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ તે છે કે બેંગાલુરૂ સ્થિત એગ્રીગેટર આગામી છ મહિનાઓ સુધી કર્ણાટકમાં પોતાની કોઈ પણ કાર, રિક્શા કે બાઈક નહીં ચલાવી શકે.

કંપનીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, ઓલા કાયદાનું પાલન કરનારી કંપની છે. અમે નવી ટેક્નોલોજીને આગળ વધારવા માટે સરકાર સાથે મળીને કામ કર્યું છે. અન્ય કેટલીક કંપનીઓ ગેરકાયદે પોતાની સેવાઓ આપી રહી છે. અમે બાઈક ટેક્સીના એક્સપેરિમન્ટને અઠવાડિયા પહેલા જ બંધ કરી દીધો હતો. તેના બદલે અમે પાયલટ પ્રોજેક્ટ માટે એક કાયદાકીય ઢાંચો વિકસિત કરવા માટે રાજ્ય પાસેથી સહકારની માગ કરી હતી. અમે સરકાર સાથે મળીને આ મુદ્દાનો ઉકેલ લાવવા માગીએ છીએ.