Asaduddin Owaisi Attacks Modi Government : હિજાબ મામલે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આયરલેંડનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.


અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું, 2019માં આયરલેંડ પોલીસે વર્દીમાં હિજાબ અને પાઘડીની મંજૂરી આપી હતી. મોદી સરકારે આ ફેંસલાને પ્રવાસી ભારતીયોના હિતમાં જણાવીને સ્વાગત કર્યું હતું. જો આયરલેંડ માટે ઐતિહાસિક હતું તો કર્ણાટકની છોકરીઓથી તકલીફ કેમ ? તેમના આત્મસન્માનના ધજાગરા કેમ ઉડાવવામાં આવી રહ્યા છે ?






કર્ણાટક હિજાબ મામલો હવે રાજકીય રંગ લઈ ચુક્યો છે. અનેક રાજકીય પક્ષો સ્કૂલ-કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવાની વકીલાત કરી રહ્યા છે. જ્યારે સત્તાધારી બીજેપી સ્કૂલ-કોલેજોમાં યૂનિફોર્મની તરફેણ કરી છે.


મેંગાલુરૂમાં કલમ 144 નીચે પ્રતિબંધક હુકમો અમલી


કર્ણાટકમાંથી જ શરૂ થયેલો હિજાબ વિવાદ શમવાનું નામ નથી લેતો તે મેંગાલુરૂમાં વધુ તીવ્ર બનતા મેંગ્લોર પોલીસ કમીશ્નરને શહેરમાં ફોજદારી ધારાની કલમ 144 અમલમાં મુકવી પડી છે અને વિશેષત: શાળાઓ અને કોલેજો ફરતે તો તેનો ઘણી કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. સીટી પોલીસ કમિશ્નરે તે શનિવાર તા. ૧૯ ફેબ્રુઆરી સુધી અમલી કરવા નિર્ણય લીધો છે. પોલીસ કમીશ્નર એન. શશીકુમારે આપેલા કલમ 144 નીચેના પ્રતિબંધક હુકમો સોમવાર સવારના તા. 19 ફેબ્રુઆરી, શનિવારના સાંજના 6 વાગ્યા સુધી અમલી રહેશે. આ અંગે પોલીસ કમીશ્નરે જણાવ્યું કે, મેંગાલુરૂ શહેર જ સમગ્રત: સંવેદનશીલ વિસ્તાર ગણાય છે તેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પ્રતિબંધક હુકમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.