રિપોર્ટ છે કે, કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે જણાવ્યુ હતું કે, જેડીએસ મુખ્યમંત્રી પદની કુરબાની આપવા તૈયાર છે, જેડીએસનું કહેવું છે કે જો આમ કરવાથી પણ સરકાર બચી જતી હોય તો તેઓ તૈયાર છે. સાથે જેડીએસે એમ પણ કહ્યું હતુ કે, તેઓ કોઇને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે, પછી તે સિદ્ધારમૈયા હોય કે જી પરમેશ્વરમ કે પછી અન્ય કોઇપણ હોય.
ડીકે શિવકુમારના આ નિવેદન બાદ બળવાખોર ધારાસભ્યોએ રિએક્શન આપ્યુ હતું કે, અમારા આત્મ સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે, અને રાજીનામા પાછા ખેંચવાનો કોઇ સવાલ જ નથી પેદા થતો, પછી ભલેને સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી કેમ ના બનાવી દેવામાં આવે.
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકારે 19 જુલાઇએ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ફ્લૉર ટેસ્ટની ડેડલાઇનું પાલન ન હતુ કર્યુ. હવે આજે ફ્લૉર ટેસ્ટ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા બાદ હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.