નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સોમવારે લદાખ પહોંચ્યા હત. અહી  પાકિસ્તાનને કડક સંદેશ આપતા તેમણે કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગની ભારત પ્રવાસનો ઉલ્લેખ કરી કહ્યું કે, જિંનપિંગે પણ મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીને કાશ્મીર મુદ્દા પર કોઇ ચર્ચા કરી નથી. તાજેતરમાં જ આતંક વિરુદ્ધ કાર્યવાહી સંબંધિત ચીનનું નિવેદન પણ મહત્વપૂર્ણ છે.

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના ચીન સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ છે. બંન્ને દેશો વચ્ચે સરહદને લઇને કેટલાક મતભેદ છે પરંતુ તે ખૂબ જવાબદારી અને  પરિપક્વતા સાથે સંભાળવવામાં આવ્યા છે. બંન્ને દેશો આ સ્થિતિને વધારવા અને કાબૂમાંથી બહાર જવા દીધા નથી.


આ અવસર પર સૈન્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આર્મી ચીફ બિપિન રાવતની હાજરીમાં ચિનાર કોર્પસના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોંએ પીઓકેમાં આતંકી કેમ્પ પર કરાયેલા હુમલાની વિસ્તૃત જાણકારી રાજનાથ સિંહે આપી હતી.