મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા બેઠકો મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 56 ટકા મતદાન થયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલા મતદાનમાં વચ્ચે પણ એક એવી ઘટના બની જેના કારણે મતદાન સમયે હાજર પોલીસ દોડતી થઈ હતી.


મહારાષ્ટ્રના આ એક મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે આવેલ એક વ્યક્તિએ EVM માં મતદાન કરીને સાથે લાવેલી શ્યાહી પોલીંગ બૂથ પર ઉડાડી હતી. આ સાથે જ તેણે ઈવીએ મુર્દાબાદ" અને ઈવીએ નહીં ચલેગાના નારા પણ લગાવ્યા હતા. મથદાન મથક પર આ પ્રકારે નારા લગાવનાર શખ્સ બહુજન સમાજવાદી પાર્ટીનો કાર્યકર સુનિલ ખાંભે હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.

મતાદારો અને ત્યાં હાજર સ્ટાફ પણ અચાનક આ પ્રકારની હરકત જોઇ ડઘાઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મતદાન કેન્દ્ર પર ધમાલ મચાવી રહેલી વ્યક્તિને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, તે કાબૂમાં નહીં આવતા પોલીસ ટીંગાટોળી કરીને બહાર લઇ ગઇ હતી.