પોલીસ અનુસાર, અથડામણ આજે સવારે બડગામના ચાદૂરા વિસ્તારમાં એ સમયે શરૂ થઈ જ્યારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તપાસ દરમિયાન આતંકીઓને તેમને ઘેરી લીધા હતા. સુરક્ષાકર્મીઓને જોતા આતંકવાદીઓમાંથી એકે ફાયરિંગ શરૂ કર્યું હતું અને અફરાતફરીમાં એક આતંકી ભાગવામાં સફળ થયો હતો. બીજા આતંકીને સુરક્ષાદળોની ટીમ પકડવામાં સફળ થઈ હતી.
જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા પકડવામા આવેલા આતંકીની ઓળખ જહાંગીર અહમદ ભટ્ટ જણાવવામાં આવી રહી છે, જે ચદૂરાનો રહેવાસી છે. જહાંગીર અહમદ થોડા સમય પહેલા જ આતંકી બન્યો હતો.
જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે એક આતંકીને જીવતો પકડવામાં આવ્યો છે. તેની પાસેથી એકે 47 રાઈફલ મળી આવી છે. જ્યારે તેની સાથેનો બીજો આતંકી ભાગવામાં સફળ થયો હતો.
જમ્મુ કાશ્મીપ પોલીસ અનુસાર ભાગવામાં સફળ થયેલો આતંકી જમ્મુ કાશ્મીર પોલીસનો એજ સ્પેશલ પોલીસ ઓફિસર છે, જે ત્રણ દિવસ પહેલા એસઓજી કેમ્પમાંથી બે એકે 47 લઈને આતંકીઓ સાથે મળી ગયો હતો. સુરક્ષાદળોએ ફરાર પોલીસકર્મીમાંથી આતંકી બનેલા અલ્તાફની શોધખોળ માટે ઓપરેશન શરૂ કર્યું છે.