કાશ્મીરઃ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ નેશનલ કોન્ફરન્સની જમ્મુ યૂનિચના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે બંન્ને નેતા હાલમાં નજરકેદ છે.


પાર્ટીના પ્રવક્તા મદન  મંટૂએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રવિવારે સવારે આ પ્રતિનિધિમંડળ મુલાકાત માટે નીકળશે. જમ્મુ કાશ્મીર સરકારે નેશનલ કોન્ફરન્સના જમ્મુના નેતાઓના એક પ્રતિનિધિમંડળને પાર્ટી અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અને  ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી હતી જેની અટકાયત કરવામાં આવી છે.

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કર્યા બાદથી જ જમ્મુ કાશ્મીરના બંન્ને પ્રમુખ નેતાઓની  અટકાયત કરવામાં આવી છે. તે સિવાય જમ્મુ કાશ્મીરના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અલગાવવાદી નેતાઓને ઘરમાં  નજરકેદ કરવામાં આવ્યા છે. ફારુક અબ્દુલ્લાને  પણ ગુપકર રોડ સ્થિત તેમના ઘરમાં નજરકેદ રખાયા છે. સાથે ઉમર અબ્દુલ્લા અને  મહબૂબા મુફ્તીને પણ લોકોને મળવાની મનાઇ છે.