Sachin-Seema Love Story : નેપાળના કાઠમંડુના ન્યૂ બસપાર્ક શહેરમાં આવેલા ન્યૂ વિનાયક રોલ્પા જલજાલા ગેસ્ટ હાઉસનો રૂમ નંબર 204 સીમા હૈદર અને સચિન મીનાના પ્રેમની કંઈક જુદી જ કહાની બયાં કરી રહ્યો છે. હકીકતમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે નોઈડાના સચિન મીના સાથે આ હોટલમાં 7 દિવસ વિતાવ્યા હતા. હોટેલમાં એન્ટ્રીની તારીખ 10 માર્ચ, 2023 હતી. હોટલનું એક દિવસનું ભાડું રૂ.500 હતું. ટીવી રિપોર્ટ અનુસાર હોટલના રજિસ્ટરમાં સચિન અને સીમાના નામની કોઈ એન્ટ્રી નહોતી. બંનેએ નામ બદલીને હોટલમાં એન્ટ્રી લીધી. આ દરમિયાન બાળકો ક્યાં હતા તેને લઈને પણ સવાલ ઉભા થયા છે.
હોટલના રિસેપ્શનિસ્ટ ગણેશે જણાવ્યું હતું કે, તેમને બંનેને કોઈપણ આઈડી પ્રૂફ વગર હોટલમાં એન્ટ્રી મળી હતી. ગણેશ કહે છે કે, તેણે લાગેલું કે, તે બંને ભારતથી નેપાળ ફરવા આવ્યા છે, તેથી તેમાં કોઈ શંકા નથી. સીમા અને સચિને હોટલ સ્ટાફને જણાવ્યું હતું કે, તેઓ પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરવા આવ્યા છે.
બાળકો ક્યાં હતા?
હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે, સચિન અને સીમા સાથે કોઈ જ બાળકો નહોતા. જેથી સવાલ એ થાય છે કે, સીમા હૈદરના ચાર બાળકો આખા સાત દિવસ ક્યાં હતા? કારણ કે, સીમા અને સચિન હોટલમાં એકલા જ રહેતા હતા. સચિન અને સીમા નેપાળમાં એકલા મુસાફરી કરી રહ્યા હતા.
હોટલના રૂમમાં લગ્ન શા માટે?
ટીવી રિપોર્ટ્સ અનુસાર, સચિન અને સીમા દ્વારા હોટેલ સ્ટાફને જૂઠું બોલવામાં આવ્યું હતું કે તેઓએ પશુમતી મંદિરમાં લગ્ન કર્યા હતા. ખરેખર તો તેઓએ હોટલના જ રૂમ નંબર 204માં લગ્ન કર્યા હતા.
સીમા એક દિવસ હોટલ કેમ પહોંચી?
હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે, સચિન મીના અગાઉ હોટલમાં આવ્યો હતો. તે પોતાને ભારતીય નાગરિક ગણાવતો હતો. સચિનના એક દિવસ પછી સીમા હૈદર હોટલ પહોંચી હતી. સચિને હોટલ સ્ટાફને કહ્યું હતું કે, તેની પત્ની ભારતથી આવી રહી છે.
હોટલના રૂમમાં બનાવેલી રીલ્સ
હોટલના રિસેપ્શનિસ્ટ ગણેશે જણાવ્યું હતું કે, સચિન પહેલા આવ્યો હતો. તેણે મારી પત્ની પણ આવી રહી છે તેમ કહીને રૂમ બુક કરાવ્યો હતો. પછી બંને સાથે રહ્યા અને ઘણી રીલ બનાવી હતી. બંનેએ ગણેશના બાળક અને પરિવાર સાથે રીલ બનાવી હતી. એક ટીવી રિપોર્ટ અનુસાર, સીમાએ એક વખત ક્લબ અને પબમાં જવામાં રસ દાખવ્યો હતો, પરંતુ હોટેલીયર્સે સમજાવ્યા કે ત્યાં ભારતીયો સાથે છેતરપિંડી થાય છે તે પછી તે ગઈ નહોતી.
ગણેશે જણાવ્યું હતું કે, સીમા હૈદર એક દિવસ પછી ત્યાં પહોંચી હતી. ગણેશના કહેવા મુજબ બંને સવારથી સાંજ સુધી ફરતા હતા અને બહારનું ભોજન ખાતા હતા. આ દરમિયાન તેણે સીમાને મોટાભાગે જીન્સ પેન્ટમાં જોયી હતી. તેને જોઈને તેને કોઈ જ શંકા નહોતી જતી કે સીમા પાકિસ્તાનથી આવી છે.
દોડાદોડમાં રૂમ ખાલી કરી દીધો
ગણેશનું કહેવું છે કે, એક દિવસ બંને જણા ઉતાવળમાં કાઠમંડુથી ટેક્સી દ્વારા પોખરા જવા નીકળી ગયા હતાં. હોટલના કર્મચારીઓએ જણાવ્યું કે, બાકીના દિવસોમાં તે બસમાં નેપાળમાં ફરતા હતા. ગણેશે જણાવ્યું હતું કે, હોટલનો રૂમ નંબર 204 ઘણો નાનો છે. રોજના લગભગ 500 રૂપિયા મળે છે. રૂમમાં એક અરીસો છે. ત્યાં એક નાનો ડબલ બેડ પડેલો છે.