kedarnath walkway landslide : કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પદયાત્રી માર્ગ પર લેન્ડસ્લાઈડના કારણે  અનેક મુસાફરો દટાયા હોવાના અહેવાલ છે. લેન્ડસ્લાઈડના કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે. તમામ મુસાફરો મહારાષ્ટ્રના હોવાનું કહેવાય છે.






મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- 'કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડ પરથી લેન્ડસ્લાઈડ અને  ભારે પથ્થરો પડવાના કારણે  કેટલાક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, હું આ મામલે અધિકારીઓના સતત સંપર્કમાં છું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.  






કેદારનાથમાં બની દુખદ ઘટના  


જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી આવતા ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી.  


લેન્ડસ્લાઈડના કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે.