નવી દિલ્લી: નોટબંધીને લઈને ફરિ એકવાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે કહ્યું પીએમ મોદીના અહંકારને લઈને દેશને નુકશાન થઈ રહ્યું છે, નોટબંધીના નિર્ણયના કારણે દેશ 20 દિવસમાં 10 વર્ષ પાછળ જતો રહ્યો છે.
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે નોટબંધીને લઈને દેશમાં 10 ટકા કાળુનાણું વધી ગયું છે અને નકલી નોટનો કારોબાર જોરશોરથી ચાલી રહ્યો છે. દિલ્લીના મુખ્યમંત્રીની વાત મુજબ દેશમા અસલી નોટ કરતા નકલી નોટ ઝડપથી છાપવામાં આવી રહી છે. તેમણે કહ્યું RBI ના મુકાબલે નકલી નોટ ઝડપથી છાપવામાં આવી રહ્યા છે.
પીએમ મોદી પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું નોટબંધીની આડમાં નકલી નોટને અસલી બનાવવાનો કાર્ટક્રમ ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું નોટબંધી બાદ બજારમાં 2000 રૂપિયાની નકલી નોટ ઝડપથી આવી રહી છે.
કેજરીવાલે ફરિ એકવાર કહ્યું કે નોટબંધીની સુચના ભાજપાએ પોતાના નેતાઓને આપી હતી, જેના કારણે નેતાઓએ પોતાના કાળાનાણાં નોટબંધી પહેલા જ બદલી નાખ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બીજેપીના નેતાઓ દ્વારા નોટબંધી પહેલા બિહારમાં જમીનની ખરીદી કરવામાં આવી છે.