Aravind Kejriwal Warning : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલે સમન્સ પાઠવ્યા છે. આ મામલે કેજરીવાલે કહ્યું હતું કે, જે દિવસે મેં દિલ્હી વિધાનસભામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી હતી, ત્યારે મને ખબર હતી કે, આગળનો નંબર મારો હશે. સાથે જ તેમણે કહ્યું છે કે, અદાલતમાં ખોટા પુરાવા રજુ કરનારા CBI અને  EDના અધિકારીઓ વિરૂદ્ધ તેઓ કેસ નોંધાવશે.



કેજરીવાલે કહ્યું હતું કે, આવતીકાલે તેઓ સીબીઆઈ ઓફિસ જશે.કેજરીવાલને સીબીઆઈ તપાસ ટીમના સવાલોના જવાબ આપવા માટે સવારે 11 વાગ્યે એજન્સી હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસ પર કહ્યું હતું કે, ED, CBIએ તેમના પર 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. તેણે 400થી વધુ દરોડા પાડ્યા, પરંતુ હજી સુધી આ રકમ મળી ન હતી. એક્સાઇઝ પોલિસી કેસમાં CBI, EDએ કોર્ટમાં ખોટા સોગંદનામા દાખલ કર્યા, તેઓ મનીષ સિસોદિયા અને મારી વિરુદ્ધ જુબાની આપવા માટે લોકોને ટોર્ચર કરી રહ્યા છે.
 
કેજરીવાલે કહ્યું હતું કે, મનિષ સિસોદિયા પર આરોપ છે કે, તેમના 14 ફોન તોડ્યા છે. જ્યારે ED કહી રહી છે કે, તેમાંથી 4 ફોન તેમની પાસે છે અને CBI કહી રહી છે કે 1 ફોન તેમની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા છે તો તમને તેમના ફોન કેવી રીતે મળ્યા? આ લોકોએ જુઠ્ઠું બોલીને કેસ કર્યા અને કહ્યું કે, દારૂનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈની ઓફિસમાં હાજર થતાં પહેલા જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લગભગ એક વર્ષથી બીજેપી બૂમો પાડી રહી છે કે દિલ્હીમાં દારૂનું કૌભાંડ છે અને મોટી એજન્સીઓ તેની તપાસમાં વ્યસ્ત છે. સિસોદિયા પર સૌથી મોટો આરોપ એ હતો કે તેમણે ચૌદ ફોન તોડ્યા હતા, તે ફોનના IMEIનો ઉલ્લેખ EDની ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. પરંતુ સીઝર મેમોમાં તેઓ કહે છે કે, પાંચ ફોન અમારી પાસે છે. બાકીના નવ ફોન...? બહાર આવ્યું છે કે, અન્ય મોટાભાગના ફોન હજી પણ કાર્યરત છે. કોઈ યા અન્ય તેનો ઉપયોગ કરી રહ્યું છે. તે મનીષ સિસોદિયાના ફોન નહોતા. EDએ કોર્ટને ગેરમાર્ગે દોર્યો, કારણ કે દારૂનું કોઈ કૌભાંડ જ નથી. સાથે જ તેમણે ધમકી આપતા કહ્યું હતું કે, અદાલતમાં ખોટા પુરાવા રજુ કરનારા CBI અને ECના અધિકારીઓ વિરૂદ્ધ તેઓ કેસ કરશે.

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે,  હવે રોજેરોજ તેઓ કોઈને કોઈને પકડે છે અને ટોર્ચર કર્યા પછી કેજરીવાલનું નામ સિસોદિયાનું નામ લેવા માટે દબાણ કરે છે. તેઓએ ચંદન રેડ્ડીને એટલો માર માર્યો કે માર મારવાના કારણે કાનના પડદા ફાટી ગયા હતા.ઈડી તેની પાસેથી શું બોલાવવાનો પ્રયાસ કરી રહી હતી? તેને કયા કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. અમારી પાસે અરુણ પિલ્લઈ, સમીર મહેન્દ્રુ સહિત પાંચ લોકોના નામ છે, તેમને ધમકી આપવામાં આવી હતી, ત્રાસ આપીને નિવેદનો લેવામાં આવ્યા હતા. એક વ્યક્તિના પિતા અને પત્નીને બેસાડી ધમકીઓ આપી પૂછપરછ કરવામાં આવી. હું વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે શું ચાલી રહ્યું છે?

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, AAPને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે તે રીતે આજ સુધી કોઈ એક પાર્ટીને નિશાન બનાવવામાં આવી નથી. પ્રથમ નંબર બે અને ત્રણની ધરપકડ કરવામાં આવી જેથી તેઓ મારા ગળા સુધી પહોંચી શકે. તેનું કારણ એ છે કે AAPએ લોકોને આશા આપી છે. AAPએ લોકોને જે આશા આપી છે તેને વડાપ્રધાન કચડી નાખવા માંગે છે. કાલે હું સીબીઆઈમાં જઈશ. જો વડાપ્રધાન કેજરીવાલ ભ્રષ્ટ છે તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. સાથે જ એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભાજપના લોકો કહી રહ્યા છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે, જો તેમણે આદેશ આપ્યો છે તો સીબીઆઈ તેને કેવી રીતે નકારી શકે?