Asad Ahmed Encounter: માફિયા અતીક (અતિક અહેમદ)ના પુત્ર અસદ અને તેના સાથી ગુલામ મોહમ્મદને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેના માતા અને પિતા બંને તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગે છે, પરંતુ એક તરફ પિતા અતીક પોલીસ કસ્ટડીમાં છે અને તો બીજી તરફ માતા શાઈસ્તા પોલીસના ડરથી ભાગતી ફરી રહી છે. હવે અસદને બચાવવા તેની માતા શાઈસ્તાએ બનાવેલા 'એસ્કેપ પ્લાન'ને લઈને ખુલાસો થયો છે.



અસદની માતા શાઇસ્તા પરવીને માર્યા ગયેલા શૂટર ગુલામને અસદનો સાથ ન છોડવા કહ્યું હતું અને દરેક મુશ્કેલ ક્ષણમાં તેને સાથ આપવાનું વચન આપ્યું હતું.

અસદની માતા શાઇસ્તાએ કહ્યું હતું કે, તે એક માસૂમ બાળક છે. માટે તેની સાથે રહો અને તેને બહાર કાઢવામાં મદદ કરો. માફિયા ડોન અતીકની પત્ની શાઈસ્તા પરવીન સાથે વાત કર્યા બાદ અસદને પોલીસથી બચાવવા માટે તેને 'ગલ્ફ કન્ટ્રી' ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પાસપોર્ટ અને અન્ય કારણોસર તે ભાગી શક્યો ન હતો. શાઇસ્તા પરવીન અને ભાઈ અશરફ પોલીસને ચકમો આપીને અસદને બચાવવા સતત પ્રયાસ કરી રહ્યા હતા.

અસદ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો

જો કે, અસદ થોડા સમય માટે નેપાળ જવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ એસટીએફની ટીમ ત્યાં પહેલેથી જ જાળ બિચાવી રાખી હતી. જેના કારણે તે વધુ સમય સુધી પોતાની જાતને છુપાવી શક્યો નહીં. પૈસા માટે અતીકે તેના અન્ય રાજ્યના લોકોને શૂટર્સની મદદ માટે શાઇસ્તા પરવીનને પૈસા મોકલવા કહ્યું હતું. અસદ અહેમદને આજે શનિવારના રોજ સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અસદના સંબંધીઓ કબ્રસ્તાનમાંથી પાછા ફર્યા હતાં. હાલમાં કસારી-મસારી કબ્રસ્તાન પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એટીએસની ટીમે શુક્રવારે આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ સાથેના સંબંધોને લઈને અતિક અહેમદની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. એટીએસ અતિક દ્વારા પાકિસ્તાનમાંથી હથિયાર ખરીદવા સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.

Asad Ahmed Encounter Photo: અસદ અહમદના એન્કાઉન્ટરની પ્રથમ તસવીર આવી સામે, જુઓ અહીં

Asad Ahmed Encounter: યુપી એસટીએફએ જણાવ્યું કે ઝાંસીમાં ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલની આગેવાની હેઠળની યુપીએસટીએફ ટીમ સાથેની અથડામણમાં અતિક અહેમદનો પુત્ર અસદ અને મકસુદનનો પુત્ર ગુલામ માર્યો ગયો છે. ઉત્તર પ્રદેશ એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને તેના એક સાથી ગુલામને ઠાર કર્યા. એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું કે પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અસદ અને ગુલામ, જેઓ પ્રત્યેક પાંચ લાખ રૂપિયાનું ઈનામ છે, એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા.