2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિપક્ષના નેતૃત્વની કમાન પોતાને સોંપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેલંગણાના સીએમ કેસીઆરથી લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્ધારા બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, સંયુક્ત વિપક્ષથી લઈને ત્રીજો મોરચો બનાવવા માટે થઈ રહેલા આ તમામ પ્રયાસોના કોઈ પરિણામ દેખાઈ રહ્યા નથી.


તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને 18 માર્ચે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. રાજકીય વર્તુળોમાં તેને ત્રીજો મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી હતી. જો કે, વિપક્ષી પાર્ટીઓના સીએમએ અલગ-અલગ કારણોસર ડિનર કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા.


વિરોધ પક્ષોના વ્યૂહાત્મક અંતરનું કારણ શું છે?


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, કેરળ, તમિલનાડુ અને પંજાબના મુખ્યમંત્રીઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જો કે આ ડિનર કાર્યક્રમમાં માત્ર પંજાબના સીએમ ભગવંત માન જ સામેલ થયા હતા. JMM નેતા હેમંત સોરેન, DMK નેતા MK સ્ટાલિન, TMC સુપ્રીમો મમતા બેનર્જી, JDU નેતા નીતીશ કુમાર, BRS નેતા KCR અને CPIM નેતા પિનરાઈ વિજયને આ કાર્યક્રમથી અંતર રાખ્યું હતું.


રાત્રિભોજન માટે આ નેતાઓનો ઇનકાર એ પીએમ નરેન્દ્ર મોદી સામે બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ત્રીજો મોરચો બનાવવાની સીએમ કેજરીવાલની યોજનાને મોટો ફટકો છે. વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓના જે નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમણે આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી વ્યૂહાત્મક રીતે અંતર જાળવી રાખ્યું હતું.


અહેવાલ મુજબ, ઝારખંડ સરકારે હેમંત સોરેનને પત્ર મળવા વિશે જણાવ્યું હતું, પરંતુ ઝારખંડ વિધાનસભામાં બજેટ સત્રને કારણે એપ્રિલમાં ડિનર પ્રોગ્રામનું આયોજન કરવાની માંગ કરી હતી. કેરળના સીએમ પિનરાઈ વિજયને ડિનર માટે આમંત્રણ મળવા વિશે કહ્યું છે, પરંતુ તેમણે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો.


Amritpal Singh Arrest Operation: અમૃતપાલ સિંહ જે બાઇક પર ભાગ્યો હતો તે બિનવાસી હાલતમાં મળ્યુઃ પંજાબ પોલીસ


Amritpal Singh Arrest Operation: પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ જેની સાથે ભાગી રહ્યો હતો તે પ્લેટિના બાઇક જલંધરથી લગભગ 45 કિમી દૂર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે દારાપુર વિસ્તારમાંથી બાઇક કબજે કરી હતી અને તે દારાપુર વિસ્તારમાં કેનાલના કિનારે પાર્ક કરેલી હાલતમાં મળ્યું હતું.


થોડા દિવસ પહેલા અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઇવરે કર્યું હતું સરેંડર









18 માર્ચ, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.