Kerala: કેરળમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો. એક વ્યક્તિએ અહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તો કર્યુ, પરંતુ સીસીટીવીમાં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે દેખાયો અને આ કારણે તેના ઘરમા મોટો ઝઘડો ઘૂસી ગયો હતો. આ તસવીરોમાં તે વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડની સાથે દેખાતા તેની પત્ની ગુસ્સે થઈ ગઈ હતી અને બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. બાદમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. 


ઘટનાની માહિતી પ્રમાણે, આ મામલો કેરળના ઇડુક્કીનો એક વ્યક્તિનો છે. ગઇ 25 એપ્રિલે આ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વિના પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્કૂટી ફરવા નીકળ્યો હતા, તેને બેસાડીને તે ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના બદલે તેનું ચલણ ઓનલાઇન નીકળી ગયુ હતુ. સ્કૂટી તે વ્યક્તિના પત્નીના નામે રજિસ્ટર હતી. જેથી ચલણ કપાયા બાદ તે વ્યક્તિની પત્નીના ફોન પર સ્લિપ મોકલવામાં આવી હતી. આ સ્લિપમાં તેને પોતાના પતિને એક મહિલા સાથે જોઇ અને બન્ને વચ્ચે બાદમાં જોરદાર ઝઘડો થયો હતો.


અન્ય મહિલા સાથે પોતાના પતિનો ફોટો જોઈને પત્ની ગુસ્સામાં લાલ પીળી થઇ ગઇ હતી, અને પત્નીએ તેની ગર્લફ્રેન્ડ વિશે પુછપરછ કરી હતી. કપડાની દુકાનમાં કામ કરતા 32 વર્ષીય યુવકે દાવો કર્યો હતો કે તેને તે મહિલા સાથે કોઈ સંબંધ નથી, અને તેને તેને માત્ર સ્કૂટી પર 'લિફ્ટ' આપી હતી. જોકે આ વખતે પત્ની માની ન હતી, ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો.


વ્યક્તિની ધરપકડ
માહિતી મુજબ બંને વચ્ચે ચર્ચા એટલી વધી ગઈ કે, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. 5 મેના રોજ મહિલાએ કરમના પોલીસ સ્ટેશનમાં તેના પતિ પર તેની અને તેના ત્રણ વર્ષના બાળક સાથે મારામારી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના નિવેદનના આધારે તેના પતિને હાલમાં કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. તેના પર આઈપીસીની કલમ 321,341, 294 અને કલમ 75 લગાવાઇ છે અને ધરપકડ કરવામાં આવી હતી. કેરળમાં રૉડ સેફ્ટી પ્રૉજેક્ટ અંતર્ગત રસ્તાઓ પર કેમેરા લગાવવાને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસે કેમેરા લગાવવાના કૉન્ટ્રાક્ટને લઈને રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.