નવી દિલ્હી: 7 મેથી 13 મેની વચ્ચે 64 ફ્લાઈટ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારત પરત આવશે. ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા તૈયારી શરૂ કરી રહી છે. ત્યારે કેરળનાં મુખ્યમંત્રી પિનારયી વિજયનને કેંદ્ર સરકારને કહ્યું Covid 19 ટેસ્ટ કર્યા વગર વિદેશથી ભારતીયોને પરત લાવવા જોખમી છે.



કેરળનાં મુખ્યમંત્રી પિનારયી વિજયને કહ્યું, કેંદ્રએ માહિતી આપી છે કે તેઓ COVID19 પરીક્ષણ કર્યા વિના અન્ય દેશોમાંથી ભારતીયોને પરત લાવી રહ્યા છે. જેનાથી COVID 19 સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જશે. મે આ મુદ્દો કેંદ્ર સમક્ષ ઉઠાવ્યો છે.

15 હજાર ભારતીય નાગરિકોને 13 મે સુધીમાં 64 ઉડાનો દ્વારા ભારત પરત લાવવા માટેની તૈયારીઓ શરૂ કરવા આવી છે. ત્યારે કેરળનાં મુખ્યમંત્રીએ ટેસ્ટ વગર વિદેશથી ભારતીયોને પરત લાવવા જોખમી ગણાવ્યા છે.