Kerala Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં એક મહિના બાદ પ્રથમ વખત એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના ઘટતા કેસના કારણે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેરળમાં એક સમયે રોજના 50 હજારથી વધુ કેસ નોંધાતા હતા પરંતુ થોડા દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં કેસમાં ઉછાળો આવ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં 29,471 કેસ નોંધાયા છે અને 28 લોકોના મોત થયા છે. ગઈકાલે 22,524 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મૃત્યુ થયા હતા.
ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ
ભારતમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા ઓછો થયો છે. લગભગ એક મહિના પછી, સતત બીજા દિવસે, કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ સામે આવ્યા છે અને 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક લાખ 80 હજાર 456 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે એક લાખ 14 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 23 લાખ 39 હજાર 611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 4 હજાર 62 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 8 લાખ 40 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 9 લાખ 94 હજાર 891 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- કોરોનાના કુલ કેસ - ચાર કરોડ 23 લાખ 39 હજાર 611
- કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 8 લાખ 40 હજાર 658
- કુલ એક્ટિવ કેસ - 9 લાખ 94 હજાર 891
- કુલ મૃત્યુ - 5 લાખ 4 હજાર 62
- કુલ રસીકરણ - 170 કરોડ 21 લાખ 72