ભારતમાં પણ આ નવા સ્ટ્રેનથી હડકપ મચી ગયો છે, કેમકે કોરોનાનો નવો સ્ટ્રેન એકદમ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇને કેરાલા સરકારે એલર્ટ જાહેર કરી દીધુ છે.
કેરાલા સરકારે સાવધાનીના પગલારૂપે એલર્ટ જાહેર કરી દીધુ છે. કેરાલાના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ હાઇ લેવલ મીટિંગ કરી. આ મીટિંગમાં ફેંસલો કરવામાં આવ્યો કે જે પણ વ્યક્તિ છેલ્લા 14 દિવસમાં યૂરોપના કોઇપણ દેશમાંથી આવ્યો હશે, તેની સ્ક્રીનિંગ કરવામાં આવશે. આની સાથે જ સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા તેનુ સતત મૉનિટરિંગ કરવામાં આવશે.
કોરોનાના નવા સ્ટ્રેનને લઇને કેરાલા સરકારના સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે, બહારથી આવેલા આ લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવશે, સાથે સાથે જે લોકો તેમને સંપર્કમાં આવશે તેમની પણ તપાસ કરાશે. આ માટે મૉનિટરિંગ કરવા માટે મેડિકલ અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે.