Kerala High Court On Ban On Child Marriage: કેરળ હાઈકોર્ટે વ્યવસ્થા આપી છે કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 આ દેશના દરેક નાગરિક પર લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મ સાથે સંબંધ ધરાવતો હોય. અદાલતે કહ્યું કે દરેક ભારતીય પહેલા એક નાગરિક છે અને પછી કોઈ ધર્મનો સભ્ય બને છે.


જસ્ટિસ પી.વી. કુન્હિકૃષ્ણને બાળ લગ્ન વિરુદ્ધ પલક્કડમાં 2012માં નોંધાયેલા એક કેસને રદ કરવાની અરજી પર તાજેતરના આદેશમાં કહ્યું કે વ્યક્તિ ગમે તે ધર્મનો હોય, પછી ભલે તે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વગેરે હોય, આ અધિનિયમ બધા પર લાગુ પડે છે. અરજદારોએ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે મુસ્લિમ હોવાને કારણે છોકરીને 15 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો ધાર્મિક અધિકાર છે. આ અરજદારોમાં તે સમયે સગીર રહેલી છોકરીનો પિતા પણ સામેલ હતો.


'પહેલા નાગરિક, પછી ધર્મ'


અદાલતે 15 જુલાઈના તેના આદેશમાં કહ્યું, "કોઈપણ વ્યક્તિએ પહેલા ભારતનો નાગરિક હોવું જોઈએ, ત્યારબાદ તેનો ધર્મ આવે છે. ધર્મ ગૌણ છે અને નાગરિકતા પહેલા આવવી જોઈએ. તેથી મારું માનવું છે કે વ્યક્તિ ગમે તે ધર્મનો હોય, પછી ભલે તે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વગેરે કંઈપણ હોય, અધિનિયમ 2006 બધા પર લાગુ પડે છે." કોર્ટે એમ પણ કહ્યું કે બાળ લગ્ન વિરુદ્ધ ફરિયાદ મુસ્લિમ સમુદાયના જ એક વ્યક્તિએ દાખલ કરી હતી.


કેરળ હાઈકોર્ટે કેસ ફગાવ્યો


વાસ્તવમાં, અભિયોજન પક્ષે આરોપ લગાવ્યો હતો કે પ્રથમ આરોપીએ તેની સગીર પુત્રીનાં લગ્ન બીજા આરોપી સાથે ઇસ્લામના ધાર્મિક સિદ્ધાંતો અને રીતિ રિવાજો અનુસાર કર્યા હતા. આરોપી ત્રણ અને ચાર હિદાયતુલ ઇસ્લામ જુમા મસ્જિદ મહલ સમિતિના અધ્યક્ષ અને સચિવ છે. મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવતા એક વ્યક્તિની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.


જોકે અદાલતે આ કેસને ફગાવી દીધો. અદાલતે એમ પણ કહ્યું કે પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયાએ બાળ લગ્ન વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું મંચ હોવું જોઈએ.





કોર્ટે બાળ લગ્નના કિસ્સાઓ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે એ સાંભળીને દુઃખ થયું કે દાયકાઓ પહેલાં બાળ લગ્ન નિષેધ કાયદો લાગુ થયા પછી પણ કેરળમાં તેના આરોપો છે. કોર્ટે કહ્યું, 'સૌથી દુઃખદ વાત એ છે કે અહીં અરજદારો એમ કહીને કથિત બાળ લગ્નને સાચું ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મુસ્લિમ ધર્મના કાયદા અનુસાર, એક મુસ્લિમ છોકરીને ઉંમરની પરવા કર્યા વિના યુવાવસ્થા પ્રાપ્ત કર્યા પછી લગ્ન કરવાનો ધાર્મિક અધિકાર પ્રાપ્ત છે, ભલે બાળ લગ્ન નિષેધ અધિનિયમ લાગુ હોય.'