કેરળ હાઈકોર્ટે એક દંપતિને છૂટાછેડાનો નિર્ણય આપતાં ઘણી મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું, જો કોઈ પત્ની તેના પતિની ચેતવણીને અવગણીને અન્ય વ્યક્તિને ગુપ્ત ફોન કરે છે, તો તે વૈવાહિક ક્રૂરતા સમાન ગણાશે. આ કેસમાં એક વ્યક્તિએ ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ફેમિલી કોર્ટે વ્યભિચાર અને ક્રૂરતાના આધારે લગ્નને તોડવાની અપીલને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે કહ્યું કે પત્ની અને તૃતીય પક્ષ વચ્ચેના ફોન કોલ્સનો પુરાવો વ્યભિચારના આરોપને સમાવવા માટે પૂરતો નથી, પરંતુ વૈવાહિક વિખવાદને કારણે દંપતી ઘણી વખત અલગ થઈ ગયા હતા અને પછી કાઉન્સેલિંગ પછી ફરી ભેગા થઈ ગયા હતા. આવી સ્થિતિમાં પત્નીએ પોતાના વર્તનમાં સાવધાની રાખવી જોઈતી હતી. પણ તેણે એવું કર્યું નહિ. દંપતી વચ્ચે વૈવાહિક વિખવાદ 2012 માં શરૂ થયો હતો, જ્યારે પત્નીએ પતિ અને તેના પરિવારના સભ્યો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. આ પહેલા પણ પતિને શંકા હતી કે તેની પત્નીનું ઓફિસમાં અન્ય કોઈ પુરુષ સાથે અફેર છે.
હાઈકોર્ટે આ કેસમાં વ્યભિચારના એંગલને ફગાવી દીધો અને અવલોકન કર્યું કે પતિએ ક્યારેય પત્ની અને અન્ય વ્યક્તિને કામના સ્થળ સિવાય અન્ય સ્થળે એકસાથે જોયા નથી અને તેથી પુરાવા અપૂરતા હતા. જો કે, પતિએ નિવેદન આપ્યું હતું કે તેણે તેની પત્ની અને અન્ય વ્યક્તિ વચ્ચે ઘણી વખત ઘનિષ્ઠ વાતો સાંભળી હતી. પતિનું કહેવું છે કે તેણે તેની પત્નીને ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં તેણે ફોન પર અન્ય વ્યક્તિ સાથે વાત ચાલુ રાખી હતી. આ કેસમાં હાઈકોર્ટે ફોન કોલને વૈવાહિક ક્રૂરતા ગણાવી અને છૂટાછેડાનો આદેશ આપ્યો.
રિદ્ધિમાનસ સાહાને પત્રકારે આપી ધમકી, વિકેટકિપરે વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ કર્યો શેર
કાનપુરના મેયરે તોડ્યો નિયમ, વોટ આપતો ફોટો કર્યો શેર, DMએ આપ્યો FIR નો આદેશ