કેશવાનંદ 1973માં ચર્ચામાં આવ્યા હતા. તે સમયે કેરળ સરકારના એક ફેંસલા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટેમાં આ અરજી સરકાર અને મૂળ અધિકારો માટે હતી. અરજી પર સુપ્રીમ કોર્ટના 13 જજોએ સુનાવણી કરી હતી. કેશવાનંદ ભારતી મામલે સુપ્રીમ કોર્ટે 13 સભ્યોની બંધારણીય પીઠ બનાવી હતી. જેણે ફેંસલો આપ્યો કે બંધારણમાં સુધારો કરવાની શક્તિ મર્યાદીત છે. સંસદ મૂળ અધિકારમાં બદલાવ ન કરી શકે. સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો ઈંદિરા ગાંધી માટે મોટો ઝટકો માનવામાં આવ્યો હતો.
કેશવનંદને કેરળના શંકરાચાર્ય પણ કહેવામાં આવે છે. કેશવાનંદ શૈવ મઠના ગુરુ હતા. આ મઠ કેરળના કાસરગોડમાં આવેલો છે. આ મઠ મહાન સંત અને અદ્વૈત વેદાંત દર્શનના પ્રણેતા આદિગુરુ શંકરાચાર્ય સાથે સંકળાયેલો છે.
શું અમદાવાદને મિની પાકિસ્તાન કહેવાની કંગના રનૌતમાં હિંમત છે ? સંજય રાઉત
સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે રીયા ચક્રવર્તીના ભાઈએ શું કર્યો મોટો ધડાકો ?