Kerala News:  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ શનિવારે કેરળના કોચી દરિયા કિનારેછી 12,000 કરોડની કિંમતના 2,500 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે.  એજન્સીઓનો દાવો છે કે ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઈનમેન્ટ છે.



ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ આ સફળતા મળી


અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રગ્સ એજન્સી અને ભારતીય નેવીના સંયુક્ત દરોડામાં એક પાકિસ્તાની નાગરિકની પણ અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહી 'ઓપરેશન સમુદ્રગુપ્ત' હેઠળ કરવામાં આવી છે.  જે અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સની દાણચોરી વિરુદ્ધ અભિયાન છે.