Khajuraho Express:  ઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બની છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. ટ્રેનના એન્જિનમાં આગ લાગ્યા બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ થતાં જ લોકો પાયલોટે સિથોલી પાસે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી.  ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનાને લઈ મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. ટ્રેન ઉભી રહેતા લોકો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાં આગ લાગી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


માહિતી મળતાની સાથે જ ગ્વાલિયરથી ફાયર સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એન્જિનમાં આગ લાગવાને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બનતા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. 







મળતી માહિતી મુજબ, ઉદયપુર ખજુરાહો એક્સપ્રેસ ગ્વાલિયર સ્ટેશન પર તેના નિર્ધારિત સમય 12.14 મિનિટના બદલે 12.35 મિનિટ મોડી પહોંચી હતી. આ પછી ટ્રેન 12.45 વાગ્યે ઝાંસી માટે રવાના થઈ. જ્યારે તે ગ્વાલિયર સ્ટેશનથી લગભગ 7 કિમી દૂર સિથોલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ લોકો પાયલટે ટ્રેન રોકી હતી. આ પછી કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


મુસાફરોમાં નાસભાગ મચી ગઈ 


ટ્રેન ઉભી રાખવામાં આવતા  જ એન્જિનમાં આગ લાગી હોવાની લોકોને જાણ થતાં જ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. હાલમાં આ ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial