Jharkhand News: બર્ડ ફ્લૂ તરીકે ઓળખાતા એવિયન ફ્લૂએ ઝારખંડમાં દસ્તક આપી છે. RIMS ના ડાયરેક્ટર ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે રામગઢના સંતવાડીહમાં રહેતી નવ મહિનાની બાળકીમાં એવિયન ફ્લૂ (H3N2)ની પુષ્ટિ થઈ છે. તેને તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળરોગ વિભાગના ડૉ. રાજીવ મિશ્રાએ જણાવ્યું કે બાળકીના નાકના સ્વેબને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ વર્ષે હોસ્પિટલમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ છે. બાળકી મારા વિભાગમાં સારવાર હેઠળ છે. મિશ્રાએ જણાવ્યું કે આ કિસ્સામાં પણ કોવિડ-19 જેવી સાવચેતી રાખવામાં આવી રહી છે અને બાળકીને અન્ય લોકોથી અલગ રાખવામાં આવી છે.


પક્ષીઓમાંથી મનુષ્યમાં પ્રસારિત થાય છે


ડૉક્ટરે જણાવ્યું કે એવિયન ઈન્ફલ્યુએન્ઝાને બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. જો કે આ વાયરસ પક્ષીઓને પોતાનો શિકાર બનાવે છે, પરંતુ માણસો પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે. તેનો ચેપ મોટે ભાગે ચિકન, ડુક્કર અને સ્થળાંતરીત જળચર પક્ષીઓ દ્વારા ફેલાય છે. તે ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવવાથી મનુષ્યમાં ફેલાય છે. જેના કારણે પક્ષીઓની સાથે સાથે માણસો પણ મરી શકે છે.


બર્ડ ફ્લૂના લક્ષણો


બર્ડ ફ્લૂનો મામલો સામે આવ્યા બાદ તેના લક્ષણો વિશે પણ વાત કરવી જરૂરી બની છે. આ કારણે ચેપગ્રસ્ત વ્યક્તિમાં આ લક્ષણો જોવા મળી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ઉધરસ પણ આવે છે. આ સિવાય કફ અને માથાનો દુખાવો સાથે પેટમાં દુખાવો અને ઉલ્ટી પણ તાવ સાથે આવે છે. આ દરમિયાન શરીરમાં દુખાવો થાય છે અને થાક સતત રહે છે. લક્ષણો વિશે જાણ્યા પછી, તેની સારવાર જલ્દીથી શરૂ કરવી જોઈએ.


આ પણ વાંચોઃ


Aadhaar Update: આધાર યૂઝર્સને UIDAI એ કર્યા એલર્ટ, ઈમેલ કે Whatsapp પર ડોક્યુમેંટ શેર કરશો તો....


સુરતઃ મામા બન્યા ચંદામામા, દોઢ મહિનાની જુડવા ભાણી માટે ચંદ્ર પર ખરીદી જમીન


IND Vs IRE: ગોલ્ડન ડકનો શિકાર બનતાં જ તિલક વર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, જાણો કોણ કોણ છે લિસ્ટમાં