જાલંધર: જાલંધર સ્થિત રેસલર દિલીપ સિંહ ઉર્ફ ગ્રેટ ખલીની અકાદમીમાં અમેરિકી રેસલર્સે તોડફોડ કરી હતી. તે દરમિયાન તેમને ખલીની મહિલા સ્ટૂડેંટ્સ અને ભાઈને જોરદાર માર માર્યો હતો. તેનું કારણ ગુડગાંવમાં થનાર ફાઈટને બતાવવામાં આવી રહ્યું ઝછે, જે કોઈક કારણસર રદ્દ થઈ ગઈ છે. જેના લીધે ગુસ્સે ભરાયેલા અમેરીકી રેસલર ખલીની અકાદમીમાં આવ્યા હતા. અને ખલી હાજર ન હોવાના કારણે અકાદમીમાં તોડફોડ કરી હતી.
ખલીની સ્ટૂડેંટ સુપર ખાલસાએ જણાવ્યું કે, તે સવારે રેસલિંગની પ્રેક્ટિસ કરી રહી હતી. તે વખતે ત્યાં અમેરિકી રેસલરોએ અકાદમીમાં ઘૂસીને હંગામો શરૂ કરી દીધો હતો. તેમને રેસલર દિનેશ, આર્યા જૈન, જોસન, હરમન, શેંકી અને પત્ની બુલબુલ પાસેથી માઈક નોક્સ, રોબ ટેરી, બ્રુડી સ્ટીલ, માઈક ટારવાન, રેબલ, કેટી અને જેમી જેસ સાથે મારામારી કરી હતી. તેમને અકાદમીમાં સપ્લીમેંટ્સને તોડ્યું, એલ.સી.ડી, ફાઈટિંગ ઈંસ્ટ્રમેંટસ અને કાચ તોડ્યા હતા. તોડફોડ કર્યા પછી તમામ રેસલર ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
જ્યારે આ ઘટના વિશે ખલીએ જણાવ્યું કે, તેની અમેરિકી રેસલર સાથે થોડા દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેના કારણે આ ઘટના બની હતી. તેમની શનિવારે ગુડગાંવમાં મેચ હતી. જ્યાં તેમને અને તેમના અમુક અકાદમીના સ્ટૂડેંટસને મેચમાં ભાગ લેવા જવાનું હતું. પરંતુ શો કેન્સલ થયો હતો. હવે પાણીપતમાં 12 ઓક્ટોબરે ફાઈટ થશે, જ્યાં અકાદમીમાં તોડફોડ કરનાર રેસલર તેમની સાથે લડશે. ખલી પોલીસમાં ફરિયાદ નહીં કરે, પરંતુ તેનો બદલો પાણીપતમાં લેશે.