લખનૌ: બસપના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે પક્ષના અધ્યક્ષ માયાવતીએ આજે એક લખનૌમાં આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અચાનક જ નાસભાગ થતાં 28 લોકો ઘાયલ થયા હતા અને એક મહિલા સહિત બેના મોત થયા છે.
આ રેલીમાં નાસભાગ થતાં કેટલાક બાળકો પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
લખનૌમાં કાંશીરામ પાર્કમાં એક લાખથી વધુ લોકો ભેગા થયા હતા.
બસપા યુપીના અધ્યક્ષ રામચલ રાજભરે મીડિયાને જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા હ્યુમીડિટીને કારણે મૃત્યુ પામી હતી, નાસભાગન કારણે નહિ.