નવી દિલ્હીઃ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનારા ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારા પહેલવાન રવિ દહિયા સહિત રમતજગતના 11 દિગ્ગજોને ‘ખેલ રત્ન’ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં બોક્સ લવલીના બોરગોહેન, હોકી ખેલાડી પી શ્રીજેશ અને મહિલા ક્રિકેટર મિતાલી રાજનું નામ પણ સામેલ છે.



ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા બોક્સર લવલીના બોરગોહેન, અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના નામની ભલામણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે કરવામાં આવી છે.


દિગ્ગજ સુનીલ છેત્રી આ સન્માન માટે પસંદ થયેલ દેશના પ્રથમ ફૂટબોલર બની ગયા છે. પેરાલિમ્પિકમાં શૂટિંગમા ગોલ્ડ મેડલ જીતનારા અવનિ લેખરા અને મનીષ નરવાલ, ભાલા ફેંક ખેલાડી સુમિત અંતિલ અને બેડમિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત, કૃષ્ણા નાગરને પણ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.


સમિતિએ અર્જુન એવોર્ડ માટે 35 ખેલાડીઓની પસંદગી કરી છે. ક્રિકેટ શિખર ધવન, પેરાટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, પેટા બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજ અને ઉંચી કૂદના નિષાદ કુમાર અર્જુન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવેલા ખેલાડીઓમાં સામેલ છે.  


ખેલ રત્ન એવોર્ડ માટેની ભલામણ કરવામાં આવેલા 11 ખેલાડીઓનું લિસ્ટ


 


નીરજ ચોપરા (એથલેટિક્સ)


રવિ દહિયા (કુસ્તી)


પીઆર શ્રીજેશ (હોકી)


લવલીના બોરગોહેન (બોક્સિંગ)



સુનીલ છેત્રી (ફૂટબોલ)


મિતાલી રાજ (ક્રિકેટર)


પ્રમોદ ભગત (બેડમિન્ટન)


સુમિત અંતિલ (ભાલા ફેંક)


અવનિ લેખારા (શૂટિંગ)


કૃષ્ણા નગર (બેડમિન્ટન)


એમ નરવાલ (શૂટિંગ)