નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 300થી વધારે સીટો મેળવી હતી. અમરેલીના ખીમચંદ ચાંદરાણીએ માનતા રાખી હતી કે, જો ભાજપ 300+ બેઠકો મેળવશે તો સાયકલ ચલાવીને દિલ્હી જશે. પોતાની આ માનતા પૂરી કરવા તેઓ સાયકલ પર 1100 કિલોમીટર અંતર કાપીને દિલ્હી પહોંચ્યા હતા. આ માટે તેમને 17 દિવસ લાગ્યા હતા.

જ્યાં તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ પણ તેમને બિરદાવ્યા હતા અને ટ્વિટર પર તેમની સાથેનો ફોટો શેર કરી આભાર માન્યો હતો.


અમરેલી લોકસભા બેઠક પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવી અને વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ  સતત ત્રીજી વખત ભવ્ય જીત મેળવી હતી. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 2014ની જેમ તમામ 26 બેઠક પર કમળ ખીલવ્યું હતું.


રાહુલ ગાંધીએ લેટર લખી કહ્યું, હાર માટે હું જવાબદાર, પાર્ટીને બેઠી કરવા કડક ફેંસલા જરૂરી

રાજ્યસભાની ચૂંટણીના પરિણામને લઇને અમને કોઇ ચિંતા નથીઃ CM રૂપાણી