પુડુચેરી:કિરણ બેદીને કાલે અચાનક ઉપરાજ્યપાલના પદથી હટાવવામાં આવ્યાં. સત્તાધારી કોંગ્રેસ લાંબા સમયથી તેમને હટાવવાની માંગણી કરી રહી હતી.  કિરણ બેદી અને મુખ્યમંત્રી નારાયણસામીની વચ્ચે કેટલાક મુદ્દે તકરાર થઇ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આદેશ કર્યો છે કે, ‘હવે બેદી પુડુચેરીની ઉપરાજ્યપાલ નહીં’ રહે.  પદથી હટાવાયા બાદ કિરણ બેદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે.

કિરણ બેદીએ શું કહ્યું?

કિરણ બેદીએ ટ્વિટ કરીને સૌનો આભાર માન્યો, તેમને એક લેટર શેર કરતા લખ્યું કે, ‘પુડુચેરીના ઉપરાજયપાલ તરીકેના મારા અનુભવો માટે હું ભારત સરકારની આભારી રહીશ. હું એ બધાનો આભાર માનું  છું. જેને મારી સાથે કામ કર્યું’. તેમણે જણાવ્યું કે, ‘ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, મારા કાર્યકાળમાં રાજનિવાસી ટીમ જનહિત માટે કામ કર્યુ છે. પુડુચેરીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે’


આ વર્ષે થશે વિધાનસભાની ચૂંટણી

થોડા મહિના બાદ જ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી છે. સીએમ નારાયણસામીએ બેદીને હટાવવાના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, ‘આ લોકોના અધિકારીઓની જીત છે. નમાસ્સિવયમે કહ્યું કે, ’મને ખુશી છે કે, તમિલ ભાષી સૌદર્યરાજનને ઉપરાજ્યપાલનો કારભાર સોંપવામાં આવ્યો છે. તેમના કારણે વિકાસ યોજના લાગુ કરવામાં મદદ મળશે’